Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોનાના વધુ 22 કેસોનો ઉમેરો: દાહોદ જિલ્લામાં કોરોના કાળમાં હાઈએસ્ટ ટેસ્ટિંગનો રેકોર્ડ નોંધાયો

દાહોદ જિલ્લામાં કોરોનાના વધુ 22 કેસોનો ઉમેરો: દાહોદ જિલ્લામાં કોરોના કાળમાં હાઈએસ્ટ ટેસ્ટિંગનો રેકોર્ડ નોંધાયો

 Dahod Live Desk…… 

દાહોદ તા.૧૧

દાહોદ જિલ્લામાં આજે પણ કોરોનાના કેસોનો ઘટાડો નોંધાતા આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો હતો આજરોજ rtpcr ના 13 અને રેપિડ ટેસ્ટ મળી આજના નવા 22 કોરોના દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો 782 ને પાર પહોંચ્યો છે.જોકે આજે વધુ 31 દર્દીઓ કોરોના મુક્ત થતાં એક્ટિવ કેસોનો આંકડો 231 પર પહોંચવા પામ્યો છે.આજરોજ કોરોના કાળનો હાઈએસ્ટ ટેસ્ટિંગ નોંધાવા પામ્યો છે.જેમાં 1164 સેમ્પલોના ટેસ્ટિંગમાં માત્ર 22 પોઝીટીવ કેસો નોંધાતા દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ પર મહદઅંશે કાબુ મેળવવા પર વહીવટી તંત્ર સહીત આરોગ્ય વિભાગને સફળતા સાંપડી છે.

વધુ મળતી માહિતી અનુસાર આરોગ્ય વિભાગે 1164 સેમ્પલો કલેક્ટ કરી ચકાસણીઅર્થે મોકલ્યા હતા તે પૈકી 1122 લોકોના રિપોર્ટ નેગટીવ આવ્યા હતા જ્યારે (૧) ખિલનભાઈ રાજેશકુમાર શાહ (ઉવ.૧૮ રહે. દાહોદ દેસાઈવાડા),( ર) વિનયકુમાર અમરતભાઈ નિમાચીયા (ઉવ.૧૮ રહે. જેસાવાડા દાહોદ),( ૩) શિવમ કુમાર નરેશભાઈ ચોૈહાણ (ઉવ.ર૦ રહે. જેસાવાડા દાહોદ), (૪) વિનોદભાઈ કાંતીભાઈ સોલંકી (ઉવ.પ૯ રહે. જેસાવાડા દાહોદ),(પ) રસીકકુમાર મધુભાઈ ચોૈહાણ (ઉવ.ર૧ રહે. જેસાવાડા દાહોદ),(૬) ધર્મેન્દ્રભાઈ ગણપતભાઈ પરમાર (ઉવ.૩૦ રહે. જેસાવાડા દાહોદ), (૭) પ્રવીણકુમાર હરીલાલ સોલંકી (ઉવ.૪૮ રહે. જેસાવાડા દાહોદ),(૮) ચિરાગકુમાર દશરથલાલ પંચાલ (ઉવ.૩૦ રહે. ઈન્દોર રોડ દાહોદ),(૯) વિરલબેન પથિકકુમાર લખારા (ઉવ.૩૪ રહે. ઝાલોદ રોડ લીમખેડા દાહોદ),(૧૦) અંજનાબેન રાજેશકુમાર શાહ (ઉવ.૩૯ રહે. દેસાઈવાડા દાહોદ),(૧૧) જશવંતભાઈ કનૈયાલાલ સોની (ઉવ.૬૧ રહે. દોલતગંજ બજાર દાહોદ), (૧ર) ર્ડા.મિત્તલ સી બલાત (ઉવ.૩૯ રહે. ઝાયડસ મેડીકલ હોસ્પીટલ),(૧૩) ચોૈહાણ કિરીટભાઈ મગનભાઈ (ઉવ.૩૯ રહે. ગોધરા રોડ).
(૧) તોલારામ તક્ષનામ ધર્માણી (ઉવ.૭૦ રહે. પંડ્યા ફાર્મ દાહોદ),( ર) દિવ્યાંગ રમેશભાઈ પ્રજાપતિ (ઉવ.ર૬ રહે. સહકાર નગર દાહોદ), (૩) સાવરીયા મહેશ શંકર (ઉવ.૪૪ રહે. સમડી સર્કલ, તુલસી એપાર્ટમેન્ટ બારીયા), (૪) રેખાબેન વિષ્ણુભાઈ ચોૈહાણ (ઉવ.૪૦ રહે. ગામતળ જેસાવાડા ગરબાડા), (પ) ચોૈહાણ કોકીલાબેન તુલસીદાસ (ઉવ.૬૦ રહે. ગામતળ જેસાવાડા ગરબાડા),( ૬) સોલંકી હરીલાલ નંન્દજીભાઈ (ઉવ.૭ર રહે. મેન બજાર જેસાવાડા ગરબાડા),(૭) સોલંકી હેમલતાબેન પ્રવીણભાઈ (ઉવ.૪ર રહે. મેન બજાર જેસાવાડા ગરબાડા), (૮) પ્રજાપતિ સુમિત્રાબેન રમેશભાઈ (ઉવ.પ૩ રહે. બસ સ્ટેશન ગરબાડા),(૯) પ્રજાપતિ બીપીનભાઈ રમેશભાઈ (ઉવ.ર૪ રહે. બસ સ્ટેશન ગરબાડા). આમ,દાહોદ જિલ્લામાં આજના આ વધુ ૨૨ પોઝિટિવ દર્દીઓના ઉમેરો થવા પામ્યો હતો. જ્યારે હાલ 495 લોકોના રિપોર્ટ હાલ પેન્ડિંગ હોવાથી તેમની રાહ જોવાઈ રહી છે.આરોગ્ય વિભાગે કોરોના પોઝીટીવ આવેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી જે તે વિસ્તારોને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરી સૅનેટાઇઝ સહિતની કામગીરી શરુ કરવામાં આવી છે.

error: Content is protected !!