સિંગવડ સંજેલી જતા માર્ગ ઉપર રીપેરીંગ કામમાં વેટ ઉતારતું તંત્ર.!! સિંગવડ થી સંજેલી જતા ડામર રસ્તા પર જે ખાડાઓમાં પુરાણ કરવામાં આવ્યું તેમાં સરકારી તંત્ર દ્વારા વેઠ ઉતારવામાં આવી હોય તેમ લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો       

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ: સીંગવડ

સિંગવડ સંજેલી જતા માર્ગ ઉપર રીપેરીંગ કામમાં વેટ ઉતારતું તંત્ર.!!

સિંગવડ થી સંજેલી જતા ડામર રસ્તા પર જે ખાડાઓમાં પુરાણ કરવામાં આવ્યું તેમાં સરકારી તંત્ર દ્વારા વેઠ ઉતારવામાં આવી હોય તેમ લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો             

સીંગવડ તા. ૧૦

સિંગવડ થી સંજેલી જતા ડામર રસ્તા પર ખાડા પડ્યા હતા તેમાં થોડાક દિવસ પહેલા કાચા સિમેન્ટ માલથી ખાડાઓ માં નાખીને પુરાણ કરવામાં આવ્યું હતું જ્યારે આ કાકરીના લીધે વાહન ચાલકોના વાહનો પંચરો થવા ની બૂમો ઉઠવા પામી હતી જેને લઇને ગઈકાલ રાત્રિના સમયે સરકારી તંત્ર દ્વારા જે કાંકરી વાળો માલ નાખીને ખાડા હતા તેના પર ડામરના ઢગલા મારી દેતા વાહન ચાલકોના ઢગલાના લીધે એકસીડન્ટ થવાનો ભય વધી ગયો જ્યારે આ ખાડા પૂરવા માટે તે ડામર નાખવામાં આવ્યા તો પણ તેના પર રોલર નહીં ફેરવતા ડામર ના ઢગલાના લીધે તે રસ્તાની ઉપર ઢગલા થઈ જતા વાહનચાલકોને પહેલા ખાડા હતા તે બરોબર હતા તેમ ચર્ચા ચાલી રહી છે જ્યારે આ તો સરકારી તંત્ર દ્વારા ખાલી વેઠ ઉતારવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે જ્યારે ડામર રસ્તા પર ડામર થી રસ્તા ના ખાડા લેવલ કરીને પુરવામાં આવે તો આ ખાડા પણ બરોબર પુરાન થાય તેના લીધે કોઈ મોટો એકસીડન્ટ થતો બચી શકે તેમ છે.

જ્યારે આ ખાડા પૂરવા માટે રાત્રિના સમયે એ પણ પુરવામાં આવ્યા હતા તે લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો અને રાત્રિના સમયે જેમ ફાવે તેમ સરકારી તંત્રના કર્મચારીઓ ખાડા પુરીને જતા રહેતા ત્યાંથી નીકળતા વાહનચાલકોને તેનો માર જીલવાનો વારો આવ્યો છે જ્યારે જે ખાડા પૂરવામાં આવ્યા છે તે ખાડા ના લેવલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

Share This Article