
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી:આપ પાર્ટી દ્વારા મનરેગા યોજનામાં થયેલ કામગીરીની વિજિલન્સ તપાસની માંગ.!!
જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરાઈ..
સંજેલી તાલુકામાં ભ્રષ્ટાચારને લઇ DDO ના દ્વાર ખખડાવ્યામાં આવિયા..
વાસીયા,ડુંગરા,નેનકી,મોલી ગામોમાં થયેલા કામગીરી તપાસની માંગ કરાઈ
દાહોદ તા. 09
સંજેલી તાલુકામાં થયેલા મનરેગા યોજનામાં થયેલ વિવિધ કામોની વિજિલન્સ તપાસ કરવાની માંગને લઈ સંજેલી આપ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી દેવગઢ બારીયા,ધાનપુર, સિંગવડમાં જેવી રીતે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે તેવી જ રીતે સંજેલી તાલુકામા વાસીયા,ડુંગરા,મોલી,નેનકી સહીત ના ગામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવી અનેકવાર લેખિત મૌખિત તાલુકા કક્ષાએ રજુઆત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વિવિધ માંગને લઈ જિલ્લા વિકાસ અધિકારીની વિજિલન્સ તપાસની માંગણીને લઈ સંજેલી આપ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં આપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ જોડાયા હતા..