
ઈલિયાશ શેખ :- સંતરામપુર
આયોજન વગરની કામગીરી: પ્રજાના પૈસાનો વેડફાટ…
સંતરામપુર નગર પાલિકાએ 7 વર્ષમાં ₹21 કરોડ ખર્ચીને બનાવેલા રસ્તા પુનઃ રસ્તા તોડી પાડ્યા…
સંતરામપુર તા. ૧૬
સંતરામપુર નગરપાલિકા નગરજનોને પાકા રસ્તાની સુવિધા મળે તેમ કરીને છેલ્લા સાત વર્ષમાં નગરના અલગ અલગ વિસ્તારોમાં આરસીસી પાકા રસ્તા બનાવવામાં આવેલા હતા તેની પાછળ ગુજરાત સરકારે મન મૂકીને સંતરામપુર પાલિકાને નાણા ફાળવેલા હતા પરંતુ પાલિકા આયોજન વગરની કામગીરી ને નવાજ બનાવેલા રસ્તાઓ ફરીથી તોડવાની કામગીરી ચાલુ કરી નગરપાલિકાની ચૂંટણી કહેવાય ત્રણ માસ અગાઉ પ્રતાપુરા વિસ્તારમાં અંદાજ રૂપિયા પાંચ લાખ ખર્ચના ડામર રસ્તો બનાવવામાં આવેલો હતો.
હવે પાલિકા તેને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે ફરીથી ખોદકામ કરીને નવી પાઇપ નાખવાનું કામગીરી કરી અને નવો જ રસ્તો તોડી પાડવામાં આવ્યું 2017માં ભૂગર ગટર નું આયોજન કરવામાં આવેલો હતો અને તેની પાછળ અંદાજ રૂપિયા સતત કરોડ રૂપિયા ખર્ચ્યા હતા પરંતુ અત્યાર સુધીમાં કાર્યરત ન થઈ ત્યારે આ વખતે પાલિકાએ ફરીથી પાણીને નિકાલ કરવા માટે નવા ગટર લાઈન ની કામગીરી શરૂ કરી ત્રણ માસ અગાઉ બનાવેલો રસ્તો પાડવામાં આવ્યો જ્યારે બીજી બાજુ સંતરામપુર નગરમાં અદાણી ગેસ પાઈપ લાઈન સંતરામપુરમાં ફાળવણી કરવામાં આવેલી હતી સૌથી પહેલા મંગલ જ્યોત સોસાયટી સહકાર દીપ અમરદીપ સરદાર નગર આવા વિસ્તારોમાં નવા જ રસ્તા બનાવવામાં આવેલા હતા ગેસ લાઇનની પાઇપ નાખવા માટે ફરીથી આ રસ્તાઓ તોડવામાં આવ્યા અને અત્યારે પાઇપની કામગીરી પૂર્ણ થતા નવાજ રસ્તા તોડ્યા પછી તેને થિવડા મળવાનું કામગીરી ચાલુ કર્યું ચોમાસુ માથે છે અત્યારે નગરપાલિકાને રસ્તા તોડવાનું કામગીરી કરવામાં મૂળમાં છે આદરણીય પાઇપ લાઇન સરદાર નગર સોસાયટીમાં નવો જ રસ્તો બનાવેલો તોડી પાડવામાં આવ્યો અને કામગીરી ચાલુ કરવામાં આવી છે આ જ રીતે નગરના દરેક રસ્તા પાછળ કરોડ રૂપિયા ખર્ચેલા રસ્તા ફરીથી તોડી પાડવામાં આવ્યા છે તેનો જવાબદાર કોણ નવાજ રસ્તા તોડી પાડેલા ફરીથી નવા રસ્તા પાછળ જવાબદાર કોણ તે ખરેખર તપાસનો વિષય બન્યો છે.