Friday, 22/11/2024
Dark Mode

દે.બારીયામાં સ્ટેટ હાઇવે પર મસમોટા ગાબડાં પડતા અકસ્માત સર્જાવાની સેવાતી ભીતી

દે.બારીયામાં સ્ટેટ હાઇવે પર મસમોટા ગાબડાં પડતા અકસ્માત સર્જાવાની સેવાતી ભીતી

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢ બારીયાના ભેદરવાજા પર સ્ટેટ હાઇવે ઉપર મોટો ઊંડો ખાડો અનેક વાહનચાલકો અકસ્માત જીવલેણ અકસ્માતની ભીતિ તંત્ર દ્વારા રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ.સ્ટેટહાઇવે રસ્તામાં મોટો ખાડો વાહનચાલકો પરેશાન,અનેક અજાણ્યા વાહન ચાલકો આ ખાડામાં પડ્યા, આ ખાડો ક્યાંય જીવલેણ સાબીત થાય તેમ, તંત્ર આ બાબતે અજાણ છે પછી જીવલેણ અકસ્માતની જોવાતી રાહ ?

 દે.બારીયા તા.30

દે.બારિયા નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે રસ્તામાં એક મોટો ખાડો ભેદરવાજા બહાર ઊંડો ખાડો તંત્ર અજાણ કે પછી જીવલેણ અકસ્માતની રાહ જોવાતી હોઈ તેમ દેખાઈ રહ્યું છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરના મધ્યમાં સ્ટેટ હાઇવે રસ્તો પસાર થાય છે જે રસ્તા ઉપર અનેક નાના-મોટા ખાડા પડી ગયા છે. જેનું સમારકામ તંત્ર દ્વારા આજદિન સુધી કરવામાં આવ્યું નથી અને આ બાબતે તંત્ર પણ ક્યારે આ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી નથી. ત્યારે નગરના ભેદરવાજા બહાર આશરે એક ફૂટથી વધારે ઉંડાઈનો ખાડો રસ્તાની મધ્યમાં પડી રહ્યો છે. ત્યારે આ રસ્તા ઉપરથી ભારદાર વાહનો પસાર થતાં હાલમાં આ રસ્તા ઉપર પાણી ભરાતાં દિનપ્રતિદિન ખાડો મોટો થતો જાય છે. જેમાં અજાણ્યા વાહન ચાલકો આ રસ્તા ઉપરથી પસાર થતા નાના વાહન પડતા વાહનોમાં અને નુકસાન આવી રહ્યું હોવાનો પણ દેખાઈ રહ્યું છે. ત્યારે આ ખાડાના કારણે ક્યારેય મોટો અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તંત્ર આ ખાડાને લઇ અજાણ કે પછી મોટો જીવલેણ અકસ્માતની રાહ જોતું હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે શું આ ખાડાની મરામત સ્થાનિક તંત્ર હાથ ધરશે ખરું ? કે પછી નગર પાલિકા તંત્ર કે સ્ટેટહાઈવેને એકબીજાને ખો આપતું રહેશે તે જોવાનું રહ્યું ?

error: Content is protected !!