Wednesday, 30/10/2024
Dark Mode

ઝાલોદ બંધનો ફિયાસ્કો:વેપારીઓની રોજગાર ખોલવાની માંગ સ્વીકારાઈ:કોરોના સંક્રમણને અટકાવવા લેવાયેલ પગલાંનો ફિયાસ્કો થતા નગર હવે રામ ભરોસે

ઝાલોદ બંધનો ફિયાસ્કો:વેપારીઓની રોજગાર ખોલવાની માંગ સ્વીકારાઈ:કોરોના સંક્રમણને અટકાવવા લેવાયેલ પગલાંનો ફિયાસ્કો થતા નગર હવે રામ ભરોસે

  હિરેન પંચાલ,ઝાલોદ 

ઝાલોદ બંધ નો ફિયાસ્કો:
વેપારીઓની રોજગાર ખોલવાની માગ સ્વીકારવામાં આવી હતી,કોરોના સંક્રમણ ને અટકાવવા લેવાયેલ પગલાં નો ફિયાસ્કો થતા નગર હવે રામ ભરોસે.

ઝાલોદ તા.28

ઝાલોદ નગરમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોના ના સંક્રમણને નાથવા ઝાલોદ વેપારી એસોસિએશન દ્વારા એક સપ્તાહ માટે નગરના ધંધા રોજગાર બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જોકે આગામી તહેવારને લઈને તથા વેપારીઓની કેટલીક સમસ્યાઓને પગલે આ નિર્ણય હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. જેને પગલે આમ જનતામાં આ નિર્ણય ને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે.

કોરોના મહામારીથી અછૂટા રહેલા ઝાલોદમાં એક સપ્તાહમાં જ પંદર જેટલા કેસ નોંધાતા તેમજ ત્રણ જેટલી મોત થતાં નગર માં ફફડાટ વ્યાપ્યો હતો. જેને પગલે ઝાલોદ નગર વેપારી એશોશિએશન દ્વારા નગરમાં એક સપ્તાહ માટે સ્વેછિક લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યું હતું. જોકે માત્ર બે દિવસમાં જ આ સ્વેચ્છિક લોક ડાઉનનો ફિયાસ્કો થયો છે. અને નગરના વેપારીઓ તથા વેપારી એસોસિયેશન વચ્ચે તથા પાલિકા કર્મચારીઓ સાથે નજીવી તકરારોના પગલે આજે આ લોકડાઉનનો ફિયાસ્કો થયો છે. અને હવેથી નગરના બજારો રાબેતા મુજબ જ ખોલવા અંગે નો નિર્ણય મામલતદાર કચેરી ખાતે વેપારી એસોસિએશન, પાલિકા તથા વેપારીઓ દ્વારા સર્વાનુમતે લેવામાં આવ્યો છે. અને આજ મંગળવારથી જ બજારો તેમજ ધંધા રોજગાર ફરીથી ખોલવા અંગે ની છૂટ આપવામાં આવી હતી.

આગામી તહેવારો ને પગલે કોરોના સંક્રમણ વધવાની સક્યતાઓ ને પગલે જ એક સપ્તાહ માટે નગર માં સ્વેછિક લોક ડાઉન નો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આગામી તહેવાર ના વેપાર ને પગલે જ આ નિર્ણય નો ફિયાસ્કો થતાં વિચિત્ર લાગણી ફેલાઇ હતી.ત્યારે નગરજનોમાં પણ આવા અતરંગી નિર્ણયો ને પગલે છુપો રોષ જોવા મળ્યો હતો.જોકે કંટેઇન્મેન્ટ એરીયામાં ચાલતી દુકાનો બંધ રાખવામાં આવશે તેમજ સરકારી ગાઈડ લાઈન મુજબ માસ્ક સૅનેટાઇઝર તથા સામાજિક અંતર જાળવવામાં નહિ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

error: Content is protected !!