લઘુમતી સમાજ અને સિંધી સમાજ વચ્ચે હિંસક અથડામણ,એક યુવકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો,સુખસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
સુખસર.તા.22
ફતેપુરા તાલુકાના સુખસરમાં રાત્રિના આઠ વાગ્યાના અરસામાં લઘુમતી સમાજ અને સિંધી સમાજ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી લઘુમતી સમાજના જૂથ દ્વારા સિંધી સમાજના રહેણાંક મકાન પર હુમલો કરાયો હતો.જેમાં એક યુવકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો ટોળું ધસી આવી હુમલો કરતા પરિવારજનોમાં ગભરાટ ફેલાઇ ગયો હોવાનું ઇજાગ્રસ્ત ની માતાએ જણાવ્યું હતું. કયા કારણોસર હુમલો થયો તે જાણી શકાયું ન હતું સુખસર પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને સ્થિતિ કાબૂમાં લીધી હતી ઇજાગ્રસ્ત યુવકને સુખસર પ્રાથમિક સારવાર બાદ સંતરામપુર વધુ સારવાર અર્થે ખસેડાયો હતો. આ ઘટનાને લઇ વધુ પોલીસ અધિકારીઓ પણ સુખસર દોડી આવ્યા હતા.