Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લો કોરોનાના નાગચૂડમાં:આજે વધુ 19 દર્દીઓ સાથે કુલ આંકડો 242 પર પહોંચ્યો:બેના મોત:એક્ટિવ કેસોનો આંક 129 પર પહોંચ્યો

દાહોદ જિલ્લો કોરોનાના નાગચૂડમાં:આજે વધુ 19 દર્દીઓ સાથે કુલ આંકડો 242 પર પહોંચ્યો:બેના મોત:એક્ટિવ કેસોનો આંક 129 પર પહોંચ્યો

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.19

દાહોદમાં આજે ફરી કોરોના બોમ્બ ફૂટ્યો છે. આજે વધુ ૧૯ કોરોના પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થતા દાહોદ શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આ કોરોના સંક્રમણની સફરો ક્યાં જઈને અટકશે તે કેવું હાલ અતિ મુશ્કેલ લાગી રહ્યું છે ત્યારે હવે કુલ પોઝીટીવ આંકડો 242 ઉપર પહોંચી ગયો છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર આજના 19 કેસો પૈકી બે દર્દીનું કોરોના રિપોર્ટ આવે તે પહેલાં જ મૃત્યુ થયું હોવાના સમાચાર સાથે જિલ્લામાં સ્તબ્ધતા નો માહોલ છવાઈ ગયો છે.જોકે આજરોજ વધુ 13 દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓના હોસ્પિટલમાંથી રજા મળી જતા કોરોના સંક્રમિત એક્ટિવ કેસનો આંકડો 129 પર પહોંચ્યો છે.

કોરોનાવાયરસ એ જાણે દાહોદ શહેર સહિત જિલ્લામાં ભરડો થયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. આજના ૧૯ કેસોમાં નાયક જયેન્દ્રભાઈ સુજાન સિંહ રહેવાસી ટાંડી, છાજેડ સુનિલભાઈ શાંતિલાલા રહેવાસી લીમડી, લખારા ગીરીશભાઈ ચીમનભાઈ રહેવાસી ઝાલોદ, વરિયા દિલીપ આર રહેવાસી કાલિયાવાડ દુકાન ફળિયું, દિલીપ સુરેશભાઈ બારીયા રહેવાસી આદિવાસી સોસાયટી દાહોદ, દીપકભાઈ મુકુંદલાલ શેઠ રહેવાસી દાહોદ, શબ્બીરભાઈ મહંમદ હુસેન નવલાવાલા રહેવાસી દાહોદ, લલિત કુમાર રામચંદ મનવાણી રહેવાસી ચાકલીયા રોડ દાહોદ, બિપીનચંદ્ર નિહાલચંદ દેસાઈ રહેવાસી દેસાઈવાળા દાહોદ, હેપ્તુલ્લા સાદીકભાઈ લીમડીવાળા રહેવાસી સેફી મહોલ્લા દાહોદ, વિપુલભાઈ પ્રકાશચંદ્ર દોશી રહેવાસી ગોદી રોડ દાહોદ, બાબુભાઈ નાથુભાઈ રાવત નાની સારસી દાહોદ, મહેન્દ્રભાઈ માથું ભાઈ દોશી રહેવાસી ગોદી રોડ દાહોદ, મોઇજભાઈ મોહમ્મદ અલી ઝરનાવાલા રહેવાસી હુસેની મહોલ્લા દાહોદ, મુસ્કાન બીબી પઠાણ રહેવાસી દાહોદ, મુસ્તાક અહેમદ પઠાણ રહેવાસી દાહોદ, આસુદીપ તોમર રહેવાસી દાહોદ, ડોક્ટર પ્રમોદકુમાર રામચંદ તાપડે રહેવાસી નવજીવન મિલ દાહોદ અને વાસુદેવ ગોવિંદ રામ બુડવાની રહેવાસી ગોદી રોડ દાહોદ, આમા 19 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જેમાંથી બે દર્દીઓના મૃત્યુ થયા છે જેમાંથી એક દીપકભાઈ મુકુંદલાલ શેઠ ઉંમર વર્ષ 70 નું બે દિવસ અગાઉ એટલે કે કોરોના રિપોર્ટ આવે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું અને બીજા બિપીનચંદ્ર નિહાલચંદ દેસાઈ ઉંમર વર્ષ 80 નું આજરોજ મૃત્યુ થવા પામ્યું છે

ત્યારે હવે દાહોદમાં કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે સાથે મૃત્યુઆંક પણ વધવા માંડયો છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોના થી મૃત્યુ પામેલ દર્દીઓની સંખ્યા ૧૯ ઉપર પહોંચી ગઈ છે.

error: Content is protected !!