કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇફતેપુરા મા સેનેટાઈઝર કરવામાં આવ્યું
ફતેપુરા તા.17
હાલ ફતેપુરા તાલુકામાં કોરોના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે ફતેપુરા ગામમાં કોરોના થી બચવા માટે ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ફતેપુરામાં સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું
ફતેપુરા તાલુકામાં સેનેટાઈઝર કરવા માટે સંતરામપુર નગરપાલિકામાંથી બમ્બો બોલાવી ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ દ્વારા નગરના વિવિધ વિસ્તારમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું ખાસ કરીને કન્ટેન્મેન્ટ ઝોનમા બંને તરફ ગ્રામ પંચાયત સરપંચ તેમજ ફતેપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી બી બરંડાની હાજરીમાં સમગ્ર કન્ટેનમેન્ટ જોનમા સેનેટાઈઝ કરી અને લોકોને સાવચેતીના ભાગરૂપે ઘરમા રહેવાની સલાહ આપી હતી તો ફતેપુરા નગરમાં માસ્ક વગર ફરતા લોકોને દંડ પણ કરવામાં આવ્યો હતો