રણધીપુરમા શાંતિ સલામતી માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ                     

Editor Dahod Live
1 Min Read

રણધીપુરમા શાંતિ સલામતી માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ                     

સીંગવડ તા. ૯ 

રણધીપુર પોલીસ સ્ટેશન ના  પીએસઆઇ જીબી રાઠવા તથા પોલીસ સ્ટાફ દ્વારા સિંગવડ નગર ખાતે 8 12 24 ના રોજ સાંજે પાંચ કલાક કે સિંગવડ નગરમાં  ફ્લેગ માર્ચ  યોજવામાં આવી  જ્યારે સિંગવડ નગરમાં શાંતિ અને સલામતી બની રહે અને કોઈ અસામાજિક તત્વો માથું ના ઊંચકે તેના માટે રણધીપુર પોલીસ દ્વારા રણધીપુર પોલીસ સ્ટેશનને  થી  ફ્લેગ માર્ચ નીકળી પીપલોદ રોડ  થઈ ને હરીજન  ફળિયામાં તથા સંજેલી રોડ પર ફરીને પાછી રણધીપુર પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી જ્યારે આ ફ્લેગ માર્ચ નીકળવાથી બુટલેગરોમાં પણ ફફડાટ થયો હતો.

Share This Article