Saturday, 12/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોના વિસ્ફોટ:સાગમટે 8 કોરોના પોઝીટીવના કેસોથી શહેર સહીત જિલ્લામાં ખળભળાટ:કોરોના સંક્રમિત એક્ટિવ કેસોનો આંકડો 71 પર પહોંચ્યો

દાહોદ જિલ્લામાં કોરોના વિસ્ફોટ:સાગમટે 8 કોરોના પોઝીટીવના કેસોથી શહેર સહીત જિલ્લામાં ખળભળાટ:કોરોના સંક્રમિત એક્ટિવ કેસોનો આંકડો 71 પર પહોંચ્યો

  નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.13

દાહોદ જિલ્લામાં આજરોજ વધુ એક વાર કોરોના વિસ્ફોટ થતાં શહેર સહીત જિલ્લામાં ભયની સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.દાહોદ જિલ્લામાં કોરોના કેસોમાં સતતવધારો થતાં આરોગ્ય વિભાગ પણ વિમાસણમાં મુકાઈ જવા પામ્યો છે.જ્યારે જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસો દાહોદ શહેરમાંથી સામે આવતા શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા 183 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી તપાસઅર્થે મોકલ્યા હતા જે પૈકી 174 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા છે.જ્યારે એક ગર્ભવતી મહિલાનું અગિયાર દિવસ બાદ પણ કોરોના પોઝીટીવ આવતા તેનું સેમ્પલ પુનઃ પરીક્ષણ માટે મોકલ્યું છે.જ્યારે આજરોજ અત્રેના ઝાયડસ હોસ્પિટલ માંથી વધુ છ દર્દીઓ કોરોના મુક્ત થઈ ઘરે જતા રહેતા કોરોનાના એક્ટિવ કેસોનો આંકડો 71 પર પહોંચવા પામ્યો છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ દિવસથી કોરોનાનો કાળો કેર યથાવત રહેવા પામ્યો છે.જેને પગલે દાહોદ જિલ્લાના વિવિધ વેપારી સંગઠનો વેપારી મંડળો સહીતના ધંધા રોજગાર કરતા વેપારીઓએ સાવચેતીના ભાગરૂપે દુકાનના સમયમાં સ્વૈચ્છિક ફેરફાર પણ કરી દીધો છે.ત્યારે છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી સતત કોરોના દર્દીઓમાં વધારો થતાં આરોગ્ય તંત્રની કામગીરી પણ વધી જવા પામી છે.ગઇકાલે આરોગ્ય વિભાગ દ્વારા 183 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી તપાસઅર્થે મોકલ્યા હતા જે પૈકી 174 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા છે.જ્યારે (1) 30 વર્ષીય રીમાબેન આશુતોષભાઈ કપૂર રહે.દાહોદ,(2)40 વર્ષીય મોનલબેન પ્રિતેશ કુમાર દેસાઈ રહે. દાહોદ,(3) 38 વર્ષીય કિરણ ભરતભાઈ ચોપડા રહે. દાહોદ, (4) 54 વર્ષીય ખુર્શીદાબેન મોહમ્મદ ભાઈ ભુંગડા રહે. ઘાંચીવાડ, (5)35 વર્ષીય ઇમરાન ગફ્ફારભાઈ દલાલ રહે. મોટા ઘાંચીવાડ (6) 48 વર્ષીય મોહમ્મદ મુનિરખાન મેવાત પરેલ, (7)39 વર્ષીય કુતુબુદ્દીન હુસૈન ભુરખા દાહોદ, (8)24 વર્ષીય કિશનભાઇ પ્રકાશભાઈ પરમાર રહે. નાના ડબગરવાડ તેમજ 37 વર્ષીય હેતલબેન સંજયભાઈ પંચાલ રહે.લક્ષ્મીનગરના રિપોર્ટ રિપીટ કરાતા તે સહીત આઠ જેટલાં કોરોના પોઝીટીવ કેસો નોંધાતા શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.તેમજ ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ કોરોના પોઝીટીવ આવેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે ટ્રેસીંગ કરી તેમના સીધા સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ છે. તેમજ કોરોના પોઝીટીવ આવેલા દર્દીઓના આસપાસના વિસ્તારોમાં સૅનેટાઇઝીંગ સહિતની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંકડો 135 કેસો નોંધાવા પામ્યા છે. તેમજ 58 લોકો કોરોના મુક્ત થઇ ઘરે જતા રહેતા હાલ કોરોના સંક્રમિતના કુલ 71 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.તેમજ 6 લોકો મૃત્યુ પામ્યા છે.

error: Content is protected !!