Friday, 22/11/2024
Dark Mode

દાહોદ:આદમી પાર્ટી દ્વારા રાજ્યના “આરોગ્ય મંત્રી કનાણી”ના પૂતળાનું દહન કરવા જતાં પોલીસે સાતની અટકાયત કરી.

દાહોદ:આદમી પાર્ટી દ્વારા રાજ્યના “આરોગ્ય મંત્રી કનાણી”ના પૂતળાનું દહન કરવા જતાં પોલીસે સાતની અટકાયત કરી.

    દીપેશ દોશી @ દાહોદ 

આદમી પાર્ટી દ્વારા રાજ્ય ના આરોગ્ય મંત્રી કનાણીના પૂતળાનું દહન કરવા જતાં પોલીસે અટકાયત કરી.

દાહોદ તા.11

 સમગ્ર વિશ્વની સાથે સાથે ભારત દેશ પણ કોરોના ની મહામારી ની ચપેટમાં છે.ત્યારે ગુજરાત રાજ્યમાં પણ લોકડાઉન ખુલ્યા બાદ કોરોનાના કેસોંમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે કોરોનાના કેસો માં વધારો થતાં આમઆદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજ્યના આરોગ્ય મંત્રી કાનાણીના પૂતળા દહન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે દાહોદજીલ્લા આમઆદમી પાર્ટી દ્વારા પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.આમઆદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની અંતિમ યાત્રા ચાકલીયા રોડ પરથી કાઢવામાં આવી હતી.અને ત્યાર બાદ આ અંતિમ યાત્રા દાહોદ શહેર સ્થિત ઠક્કર બાપા ચોકડી પાસે પહોંચી હતી.જ્યાં આમઆદમી પાર્ટી ના કાર્યકર્તાઓ પાસેથી પોલીસે આરોગ્ય મંત્રીના પૂતળાને છીનવી લીધું હતું.અને પૂતળા દહન કરવા દીધું નહોતું.આ દરમિયાન પોલીસ અને આમઆદમીના કાર્યકર્તાઓ વચ્ચે ખેંચતાણ પણ થઈ હતી. ત્યાર બાદ પોલીસે તમામ આમઆદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ને પોલીસ જીપ માં બેસાડી ડિટેન કરી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા કુલ 7 આમઆદમી ના કાર્યકર્તાઓ ની પોલીસે અટકાયત કરી હતી.

error: Content is protected !!