દાહોદમાં નકલી કચેરી પ્રકરણમાં ચાર મિલકત ધારકો તેમજ જમીન દલાલ સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ,4 દિવસના રિમાન્ડ મંજૂર..

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં નકલી કચેરી પ્રકરણમાં ચાર મિલકત ધારકો તેમજ જમીન દલાલ સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ,4 દિવસના રિમાન્ડ મંજૂર..

દાહોદ તા. 07

દાહોદમાં બહુચર્ચિત નકલી NA પ્રકરણમાં શંકાસ્પદ સર્વે નંબરોમાં ક્રોસ વેરિફિકેશનની સાથે ફોજદારી ગુના દાખલ થવા પામ્યા છે. તો બીજી તરફ શંકાસ્પદ સર્વે નંબરોમાં દાખલ થયેલી ફરિયાદોમાં પોલીસ દ્વારા લેવાઈ રહેલા નિવેદનોના દોર વચ્ચે પોલીસે ગઈકાલે 12 જુદા જુદા સર્વે નંબરોમાં NA ની પ્રોસેસ, તેમજ 73 AA ની પ્રોસેસ ન કરી સરકાર જોડે છેતરપિંડી કરવાના કેસમાં ચાર મિલકત ધારકો તેમજ એક જમીન દલાલ સહિત કુલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટમાં લગભગ દોઢ કલાક જેટલી ચાલેલી દલીલો બાદ કોર્ટે ઉપરોક્ત પાંચે વ્યક્તિઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

 ઉપરોક્ત મિલકત ધારકો પૈકી મઝહર કાગદી રેવન્યુ સર્વે નંબર 176/અ/p3, અબ્દુલ અજીજ ગનીભાઈ પટેલને 342/p4, મુસ્તફા હાસિમ જીરુવાલાને 479/2/પૈકી 18 માં ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી હેતુફેર કરવા માટેનો,ગોપાલ સુભાષચંદ્ર સોની રેવેનુ સર્વે નંબર 557/1 તેમજ 557/2 માર્બલ ઉદ્યોગ તેમજ સિમેન્ટ ઉદ્યોગ બિનખેતી હેતુફેર, માટે તથા પવન અગ્રવાલને શંકાસ્પદ સર્વે નંબરમાં જમીન દલાલી તેમજ બિન ખેતીનો બોગસ હુકમ રામુ પંજાબી એન્ડ કંપની પાસે કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયત કચેરીના નામે નકલી હુકમોને સાચા તરીકે રજૂ કરી સીટી સર્વેમાં એન્ટ્રી કરાવી પ્રોપર્ટી કાર્ડ બનાવવાના આ પ્રકરણમાં આ પહેલા નોંધાયેલ ફરિયાદોમાં પોલીસે જીણવટ ભરી તપાસ હાથ ધરતા ઉપરોક્ત વ્યક્તિઓની સંડોવણી સામે આવી છે.

Share This Article