સંજેલી :- મહેન્દ્ર ચારેલ..
સંજેલી ટીડીઓએ સરપંચ ના ઘરે મુકેલા બે ગ્રામ પંચાયતના વાહનો કબજે કર્યા.
સ્વચ્છ અભિયાન હેઠળના ડોર ટુ ડોર કલેક્શન માટે ફાળવેલા વાહનો ધૂળખાતા મળ્યા.
પંચાયતે ભાડાનું ટ્રેક્ટર રાખી પંચાયતને મહિને 32 હજારનો ભાર.
સંજેલી તા. ૨૨ મહેન્દ્ર ચારેલ..
સંજેલી નગરમાં સ્વચ્છતાને લઇ અનેકવાર ગ્રામજનોની ધાર ધાર રજૂઆત કરવામાં આવી રહી છે. નગરમાં જ્યાં જુએ ત્યાં ગંદકીના ઢગને લઈ ગ્રામજનો સહિત રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડોર ટુ ડોર કલેક્શન ફાળવેલા વાહનો સરપંચ મનાભાઈ વેલજી ના ઘરે દૂર ખાઈ રહ્યા છે અને પંચાયત ભાડે ટ્રેક્ટર રાખી ફેરવી રહ્યા છે જેને લઇ પંચાયતના માથે દેવું ઢોળાઈ રહ્યું હોય તેમ જોવાઈ રહ્યું છે. જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરતા સંજેલી તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચ ના ઘરે મુકેલા બે વાહનો કબજે કરી તાલુકામાં ટોચન કરી લાવવામાં આવ્યા. બે વાહનો ઘરે મૂકીને ભાડે ટ્રેક્ટર રાખી પંચાયત પર લાખો રૂપિયાનો ભાર ચડાવતા સરપંચ અને તલાટી પોતાની મનમાની ચલાવીને મન ફાવે તેમ આંધળો વહીવટ કરી રહ્યા હોય તેમ જોવાય રહ્યું છે. તંત્રને નિષ્કાળના કારણે વડાપ્રધાન સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે. સંજેલી પંચાયત સારી અને સુંદર રાખવા માટે બે જેટલા વાહનો ડોર ટુ ડોર કલેક્શન કરવા માટે ઈલેક્ટ્રીક વાહન ફાળવ્યું છતાં સંજેલી નગરમાં સ્વચ્છતા જોવા મળતી નથી જ્યાં જુઓ ત્યાં ગંદકીનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તાલુકા પ્રમુખ દ્વારા સંજેલી સ્વસ્થ રહે તે માટે પ્રમુખની ગ્રાન્ટમાંથી ટાટાએસી વાહન ફાળવ્યું હતું પરંતુ પોતાની મનમાની કરી સરપંચ આ બંને વાહનો પોતાના ઘર પાસે જ મૂકી દેવામાં આવ્યા હતા અને ધુળ ખાતા જોવા મળ્યા હતા અને ભાડાનું ટ્રેક્ટર ચલાવીને લાખો રૂપિયાનો પંચાયત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે આ બાબતે જાગૃત નાગરિક દ્વારા વાહનો તેમજ પંચાયતનું અગાઉ નું ટ્રેક્ટર અને ટોલી પંચાયત પાસે હતું તે ક્યાં ગયું તે પંચાયતે મૂકવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.