કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના ચુંદડી જવાહર ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ..
સીંગવડ તા. ૧૭
પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા સંચાલિત
શ્રી જવાહર ઉચ્ચતર માધ્યમિક શાળા ચુંદડીમાં ધામધૂમથી રક્ષાબંધન પર્વની એડવાન્સ ઉજવણી કરવામાં આવી. તા.17/08/2024 ને શનિવારના રોજ શ્રી જવાહર ઉચ્ચતર માધ્યમિક શાળા ચુંદડીમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી..ત્યારબાદ શાળાના મ. શિક્ષિકા શ્રીમતિ મધુબેન પી. બારીઆ દ્વારા રક્ષાબંધન પર્વના મહત્ત્વ વિશે પ્રવચન આપવામાં આવ્યું.ત્યારબાદ શાળાના સૌ વિદ્યાર્થી ભાઈઓને શાળાની વિદ્યાર્થિની બહેનો દ્વારા રક્ષા બાંધી સૌને મો મીઠા કરાવવામાં આવ્યા હતા.શાળાના મ.શિક્ષક એસ.જે.પંડ્યા દ્વારા રક્ષાબંધન પર્વની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા..ત્યારબાદ શાળાની સૌ શિક્ષિકા બહેનોએ શિક્ષક ભાઈઓને રક્ષા બાંધી સૌને મો મીઠા કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.શાળાના આચાર્ય ડી.ડી. તાવિયાડ દ્વારા સૌ શાળા પરિવારને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી જીવનમાં ઉત્સાહ કેળવી સૌ વિદ્યાર્થીઓ જીવનમાં પ્રગતિ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.સૌ સ્ટાફગણના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન થયું.કાર્યક્રમના અંતે સાંસ્કૃતિક- મનોરંજન સમિતિના કન્વીનર એ.કે.ચૌહાણ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા મ.શિક્ષક પી.પી.વણકર દ્વારા કરવામાં આવ્યું.