સિંગવડ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસના ફોર્મ પાસ કરાવવામાં તેમજ ફાળવણીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વ્યાપક ફરિયાદો
સીંગવડ તા.11
સિંગવડ તાલુકામાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના મંજુર કરવામાં આવ્યા છે.તેમાં કેટલાક વચેટીયાઓ દ્વારા પ્રધાનમંત્રી આવાસ પાસ થયેલા આવાસના પણ અગિયારસો રૂપિયા લેવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. તેમાં પણ ઘણા પ્રધાનમંત્રી આવાસ તો તેમને પાકા મકાનો હોય તેવા લોકોને પણ આવાસોનો લાભ આપવામાં આવ્યો છે.જ્યારે ઘણા કાચા ઝુંપડા વાળા લોકો ને આવાસનો લાભ મળ્યો નથી.જ્યારે પણ ઝુંપડાના ઓનલાઈન કરવામાં આવ્યા હતા.તો તેમને પણ એક જગ્યાએ બેસી ને લાગતા વળગતા લોકોના ફોર્મ ભરીને અને 500 લઈને ફોટા પાડવામાં આવ્યા હતા. જેમને ખરેખર પ્રધાનમંત્રી આવાસની જરૂર છે તેવા લોકોના આ પ્રધાનમંત્રી આવાસ આપવામાંથી વંચિત રાખવામાં આવ્યા છે. ઘણા કાચા મકાન વાળાઓને એવા પણ છે કે તેમને આજદિન સુધી પ્રધાનમંત્રી આવાસ નો લાભ મળ્યો જ નથી.ત્યારે ઘણા આવાસ તો એવા પણ છે કે તેમને બેથી ત્રણ વખત મળ્યા છતાં તેમને ફરી આવાસનો લાભ મળવાપાત્ર મળ્યો છે. જ્યારે આવાસના અધિકારીઓને પુછવા આવતા અધિકારીઓ દ્વારા જણાવ્યું છે કે જેને ઓનલાઇન કરાયા હશે.અને ફોટા પડાવ્યા છે તેમને લાભ મળવાપાત્ર છે. પણ ઘણા લોકોને તો ખબર જ નથી પડવા દીધી કે ઓનલાઇન ક્યારે કર્યું અને ફોટા ક્યારે પડ્યા તો પછી તેમને આનો લાભ ક્યાંથી મળે તથા જેમને 500 રૂપિયા ફોટા પડાવીને આપ્યા હતા. તેવા લોકોને પણ આવાસ મળવાપાત્ર નથી. સિંગવડ તાલુકાની પ્રજા પ્રધાનમંત્રી આવાસ માં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાની બૂમો પાડવા માંડી છે.આ મામલે સરકારી અધિકારીઓ દ્વારા ખરેખર જેને આવાસ ની જરૂર છે તેવા ને નથી આપતા તો અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તથા જેને ખરેખર આપવા જેવા છે.તેવા ને આપવામાં આવે તો તે ખરેખર આવાસ બનાવી શકે તેમ છે.અને તેને કાચા મકાન માંથી પાકા મકાનમાં રહેવા મળે તેમ છે. તો સરકારી અધિકારીઓ દ્વારા આની તપાસ કરવામાં આવે તેવી માંગ છે