સંજેલી :- મહેન્દ્ર ચારેલ..
સંજેલી આંગણવાડી કેન્દ્રમાં સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બરમાં પોષણસુધા યોજનામાં બિલોમાં ગોટાળા.
સીડીપીઓની મિલી ભગતથી બીલોમાં ગોટાળા કર્યા બાદ 6 મહિનાના પોષણ સુધાના બિલો પેન્ડિંગ.
બહેનોના મોં જોઈ જોઈ બીલો નાખી પાછલા બારણે તોડ કર્યો હોવાની ચારે કોર ચર્ચા.
પોષણસુધા યોજનાના બીલો એડવાન્સમાં નાખવાના પરિપત્રહોવા છતાં બીલો પેન્ડિંગ.
સંજેલી તા. ૧૩
સંજેલી તાલુકામાં આઇસીડીએસ વિભાગમાં પોષણ સુધા યોજનાના બિલો તેમજ વાસણોનિ ખરીદીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર હોવાનું સામે આવ્યું. પોષણ સુધા યોજનામાં સગર્ભા અને ધાત્રી બહેનોની આંગણવાડી કેન્દ્રમાં સંખ્યા નહિવત હોવા છતાં હાજરી 100 ટકા પુરવામાં આવે છે. તો બિલો કેમ ઓછા નાખવામાં આવે છે તેવા અનેક સવાલો આંગણવાડી કેન્દ્રો અને આઇસીડીએસ વિભાગના વર્કર બહેનોના મોં પર ચર્ચાઈ રહ્યા છે.
સંજેલી તાલુકામાં 137 જેટલા આંગણવાડી કેન્દ્રો આવેલા છે જેમાં એક વર્ષ થી પોષણ સુધા યોજના કાર્યરત છે. આઇસીડીએસ વિભાગ દ્વારા પોષણ સુધા યોજનાના બિલો સંખ્યા મુજબ નહીં પરંતુ મરજી મુજબ ચુકવણુ થતા આસચર્ય. એમએસ બહેનો તેમજ સીડીપીઓની મિલી ભગતથી અંગત બહેનોમાં ખાતામાં વધુ ચુકવણું કરીને પાછલા બારણે તોડ કર્યા હોવાનું આંગણવાડી બહેનોમાં ચર્ચા. નારાજ આંગણવાડી બહેનો દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવાના મૂડમાં પોષણ સુધા યોજના સરકારશ્રીની એક વર્ષથી કાર્યરત છે જેમાં સગર્ભા ધાત્રી બહેનોને જમવા માટે યોજના ચાલુ કરવામાં આવી છે જેમાં પોષણ સુધા યોજનામાં વાસણોની ગ્રાન્ટમાં પણ લાખોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે અને સગર્ભા ધાત્રી બહેનોની ખોટી હાજરી પુરી ખોટા બીલો બનાવી ભ્રષ્ટાચાર આચારવામાં આવીયો છે. સંકલિત બાળ વિકાસ ના અધિકારીઓ પણ સરકારશ્રી યોજના ને ધોળીને પી જતા હોય તેમ જોવાઈ રહ્યું છે. આઇસીડીએસ વિભાગની મિલી ભગત થી આંગણવાડીની બહેનોને અંધારામાં રાખી મિલી ભગત કરી બિલોમાં ગોટાળા લાભાર્થી મુજબ નહીં પરંતુ પોતાની મરજી મુજબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરી પોતાની અંગત આંગણવાડી કેન્દ્રમાં મોટી રકમ જમા કરાવી અન્ય આંગણવાડી કેન્દ્રમાં મળવાપાત્ર બીલની રકમ કરતા ઓછી રકમ જમા થતા નારાજ બહેનો દ્વારા અનેક વાર icds માં રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ આ બાબતે આઇસીડીએસ વિભાગ દ્વારા ધ્યાન ન આપતા રજૂઆત કરનારને ધમકાવવા માં આવે છે કેટલીક નારાજ બહેનોએ પોતાનું નામ ન આપવાને લઈ બીલોમાં ગોટાળા વિશે માહિતી આપી જે અમુક આંગણવાડી કેન્દ્ર પર ખંભાતી તાળા લટકતા જોવા મળે છતાં વર્કર બહેનો પર કોઈ કાર્યવાહી કરવા આઇસીડીએસ વિભાગ નિષ્ફળ જાણે આઈસીડીએસ વિભાગ આંગણવાડી વર્કર પર મહેરબાન હોય તેમ જણાય રહિયુ છે. સંજેલી તાલુકાની 137 આંગણવાડી કેન્દ્ર આવેલા છે જેમાં સંજેલી સેજાના 37 જેટલા કેન્દ્રો છોડીને બાકીના આંગણવાડી કેન્દ્રમાં પોતાની મનમાની અને મીલી ભગત કરી સરકારશ્રીની ગ્રાન્ટમાં ગોટાળા કરી ભ્રષ્ટાચાર કરાયો આ બાબતે જાગૃત નાગરિક દ્વારા માહિતી માંગતા ભાંડો ફૂટ્યો. આઇસીડીએસ વિભાગ દ્વારા પોતાની ઈચ્છા મુજબ વર્કર બહેનોના મો જોઈ બિલો નાખ્યા હોવાનું સામે આવ્યું આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો ઉચ્ચ કક્ષા સહિત ગાંધીનગર રજૂઆત કરવામાં આવશે હવે જોવાનું રહ્યું કે આ આઇસીડીએસ વિભાગ કાર્યવાહી કરશે ?? કે નઈ તે હવે જોવાનું રહ્યું.