ઝાલોદમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના આગમન પૂર્વે કોંગ્રેસ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ…

Editor Dahod Live
1 Min Read

ઝાલોદમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના આગમન પૂર્વે કોંગ્રેસ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ…

દાહોદ તા.૦૫

ઇન્ડીયન નેશનલ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આગામી તારીખ 07-03-2024 ગુરુવારના રોજ ભારત જોડો યાત્રા સાથે દાહોદ જીલ્લામા પ્રવેશ કરવાના છે.આ યાત્રાને આવકારવા કોંગ્રેસ પાર્ટી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રેલી રૂપે કાઢી રહેલ છે.તેથી આ યાત્રાને આવનાર લોકસભાની ચૂંટણી પૂર્વેની તૈયારી રીતે પણ જોવામાં આવી રહેલ છે. ત્યારે આગામી તારીખ 07 માર્ચના રોજ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ઝાલોદ નગરના ઠુઠી કંકાસીયા ચોકડી થી મુવાડા ઝાલા વસૈયા ચોક સુધી કાઢવામાં આવનાર છે. આ તિરંગા યાત્રા દ્વારા રાહુલ ગાંધીના નગર આગમન પહેલા આવકારવા તેમજ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લોકો ઉત્સાહ પૂર્વક વધાવી ભવ્ય રીતે સફળ બનાવી કોંગ્રેસ પાર્ટીને સાથ સહકાર આપે તેવી અપીલ કરાઈ હતી.આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જે માર્ગ પર નીકળનાર છે તે માર્ગ પર નગરના લોકોને તેમજ મતદારોમા જાગૃતિ લાવવા તેમજ કોંગ્રેસને સાથ સહકાર આપવા માટેનો હતો. દાહોદ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રા દ્વારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અપીલ કરાઈ હતી કે ભારત જોડો યાત્રામાં મોટા પ્રમાણમાં લોકો જોડાઇ કોંગ્રેસ પાર્ટીને સાથ સહકાર આપે તેમજ કોંગ્રેસ પાર્ટીને વધુ મજબૂત બનાવે તેમ છે.

Share This Article