રાહુલ ગારી :- ગરબાડા
ધાનપુરના વાકોટા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા રક્તપિત અધિકારી અધ્યક્ષમાં કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ…
ગરબાડા તા.15
ધાનપુર તાલુકાના વાકોટા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા રક્તપિત અધિકારી અધ્યક્ષમાં કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ધાનપુર તાલુકાના વાકોટા ગામ ખાતે આજે તારીખ 15 ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક શાળા ખાતે કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે કૃમિ નાશક ઉજવણી કાર્યક્રમ દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટિલાવત ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જે કાર્યક્રમમાં જિલ્લા રક્તપિત અધિકારી ડોક્ટર આર.ડી પહાડિયા દ્વારા વાકોટા પ્રાથમિક શાળાના બાળકોને આલબેન્ડાઝોલ ટેબલેટ ખવડાવવામાં આવી હતી અને બાળકોને કૃમિથી થતા નુકસાન અને હેન્ડ વોશ કઈ રીતે કરવાનું અને તેના ફાયદાઓ અને તેની સાચી પદ્ધતિ વિશે જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં ડોક્ટર નિતલ પટેલ રહ્યા હતા