Sunday, 22/12/2024
Dark Mode

ફતેપુરા પોલીસ મથકે ડીજે સંચાલકો અને સરપંચો સાથે બેઠક યોજાઈ ડીજે વગાડવા બાબતે તેમજ ટ્રાફિક જાગૃતિ અંગે અને પોસ્કો અંગે સમજ અપાઈ

February 12, 2024
        547
ફતેપુરા પોલીસ મથકે ડીજે સંચાલકો અને સરપંચો સાથે બેઠક યોજાઈ  ડીજે વગાડવા બાબતે તેમજ ટ્રાફિક જાગૃતિ અંગે અને પોસ્કો અંગે સમજ અપાઈ

ફતેપુરા પોલીસ મથકે ડીજે સંચાલકો અને સરપંચો સાથે બેઠક યોજાઈ

ડીજે વગાડવા બાબતે તેમજ ટ્રાફિક જાગૃતિ અંગે અને પોસ્કો અંગે સમજ અપાઈ

ફતેપુરા તા.12

 

આજે તારીખ 12 ફેબ્રુઆરી 2024 અને સોમવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા પોલીસ મથકે ઝાલોદ વિભાગના ડીવાયએસપી ડીઆર પટેલના અધ્યક્ષ સ્થાને અને ફતેપુરા પોલીસ મથકના પીએસઆઇ જે બી તડવીની ઉપસ્થિતિમાં ફતેપુરા પોલીસ મથક વિસ્તારના ડીજે સંચાલકો અને સરપંચો સાથે બેઠક યોજવામાં આવી હતી

હાલમાં સમગ્ર દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગોમાં થતા ખોટા અને મોટા ખર્ચા ઘટાડવા માટે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જાગૃતિ રથ ફેરવીને દાહોદ જિલ્લાના ગામડે ગામડે લોકોને લગ્ન પ્રસંગમાં દહેજ ડીજે અને દારૂ બંધ કરવામાં સમજણ આપવામાં આવી રહી છે ત્યારે લોકો પણ સમજીને પોતાના ઘરે લગ્ન પ્રસંગોમાં ડીજે નહીં વગાડવા સહિતના વિવિધ નિર્ણયો લેતા થયા છે ત્યારે આ તમામ બાબતો એ ફતેપુરા તાલુકાના કેટલા ગામોમાં ડીજે બંધ થયું છે તો કેટલા ગામમાં ડીજે ચાલુ છે જેના પગલે આવા લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા બાબતે બબાલ થવાના ફતેપુરા પોલીસ મથકે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે જેના પગલે ફતેપુરા પોલીસ દ્વારા તાબડતોબ ડીવાયએસપી ના અધ્યક્ષ સ્થાને આ બેઠક બોલાવવામાં આવી હતી અને ફતેપુરા પોલીસ મથક વિસ્તારના ડીજે સંચાલકો અને સરપંચો સાથે આ બાબતે ચર્ચા અને વિચારણાઓ કરવામાં આવી હતી.

તેમજ ઉપસ્થિત ડીજે સંચાલકો અને સરપંચોને ટ્રાફિક જાગૃતિ અને પોસ્કો અંગે પણ સમજ આપવામાં આવી હતી ત્યારે આ વેળાએ ઉપસ્થિત ડીજે સંચાલકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા ત્યારે ડીવાયએસપી અને પીએસઆઇ એ આ તમામ પ્રશ્નોના યોગ્ય ઉતરો આપ્યા હતા 

તેઓએ જણાવ્યું હતું કે ફતેપુરા પોલીસ મથક વિસ્તારના જેટલા પણ ગામોમાં ડીજે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેટલા ગામોમાં ડીજે સંચાલકોએ ડીજે વગાડવું નહીં તેમજ જેટલા ગામોમાં ડીજે વગાડવા માટે કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી તેવા ગામોમાં ડીજે વગાડવા માટે મામલતદારની પરમીશન લઈને ડીજે વગાડવું તેમજ નીતિ નિયમ પ્રમાણે એટલે કે ઓછા અવાજે ડીજે વગાડવું તેમજ રાત્રે દસ વાગ્યા સુધીમાં ડીજે બંધ કરી દેવું તેમ ડીવાયએસપી અને પીએસઆઇ એ ઉપસ્થિત બીજા સંચાલકો અને સરપંચોને જણાવ્યું હતું તેમજ આ બાબતે વિવિધ સુચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!