રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના ભે ગામમાં ધોળા દિવસે ખેડૂત પર દીપડાનો હુમલો
ખેડૂતે પ્રતિકાર કરતાં દીપડો ભાગી છૂટ્યો
ગરબાડા તા. ૨
દાહોદ જિલ્લામાં અવારનવાર દીપડાના હુમલાના સમાચાર આપણે જોતા આવી રહ્યા છે ત્યારે આજે વધુ એક દીપડાના હુમલાના સમાચાર મળી રહ્યા છે જેમાં વાત કરીએ તો ગરબાડા તાલુકાના ભે ગામે ખેતરમાં કામ કરતા ખેડૂતો પર દીપડાએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડેલ હતી અને જેને ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો છે આ બનાવની વિગતો એવી છે કે, ભે ગામ ખાતે કેશવાભાઇ નાથાભાઈ ભુરીયા બપોરના ત્રણ વાગ્યાના સમયે પોતાના ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે તેના પર અચાનક દીપડાએ હુમલો કરી દિધો હતો. જેનો પ્રતીકાર કરતા તે દીપડો ત્યાંથી ભાગી ગયો હતો પણ કેશવભાઈ ને ખભા ઉપર પાછળ પેટના ભાગે તેમ જ કમરના ભાગે દીપડાય પંજા મારી ઇજાઓ પહોંચાડી હતી. જેના કારણે તેને ગરબાડામાં આવેલ નવા ફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લાઇજવામાં આવ્યા હતા
દિપડાએ હુમલો કરવાની જાણ વન વિભાગ ને કરવામાં આવી જેમાં વન વિભાગ દ્વારા દીપડાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માનવભક્ષી દીપડાના કારણે ખેતરોમાં કામ કરતા ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે