
રાહુલ ગારી :- ગરબાડા
તાલુકા પંચાયત કચેરી ગરબાડા ખાતે તાલુકા પ્રમુખની અધ્યક્ષતામાં કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ યોજાયો..
ગરબાડા તા. ૫
ગરબાડા તાલુકા પંચાયત ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેસ ક્રેડિટ કેમ્પ તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરે ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં ગ્રામીણ બહેનો આર્થિક રીતે પગભર થાય અને નાણાકીય સાક્ષર થાય તે માટે જિલ્લા કક્ષાએથી જિલ્લા ગ્રાફ વિકાસ એજન્સી દ્વારા પ્રેસ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિવિધ અને બહેનો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિના આધારે યોજના અંતર્ગત તેમને કેસ ક્રેડિટ લોન નો લાભ આપવામાં આવે છે અને ગ્રામ્ય સ્તરે ગરીબી તથા બેરોજગારીના નિવારણ માટે ક્રેસ ક્રેડિટ લોન આપવામાં આવતી હોય છે જેમાં આજે ગરબાડા તાલુકા પંચાયત ખાતે દાહોદ જિલ્લા નિયામક તેમજ તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈ રાઠવા તાલુકા પંચાયત ઉપપ્રમુખ લલ્લુભાઈ જાદવ દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશભાઈ માવી , મજુભાઈ ભાભોર ,એસ.બી.આઇ તેમજ ગ્રામીણ બેંકના મેનેજરો તેમજ તાલુકા સભ્યો અને સલગ્ન વિભાગના કર્મચારીઓની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને ચેક તથા ઓઢવ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગરબાડા તાલુકામાં વિવિધ 24 સખી મંડળોને રૂપિયા 31,90000 હજાર ના ચેક તેમજ 20 સેક્શન લેટરની 5450000 ની સહાય કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી