
રાહુલ ગારી :- ગરબાડા
હિટ એન્ડ રન:ગરબાડા તાલુકાના ખારવા ગામે અજાણ્યા ફોર વ્હીલ ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો.
અજાણ્યો ફોર વ્હીલ ચાલક અકસ્માત કરી ગાડી લઈ નાસી ગયો.
ગરબાડા તા. ૨૬
ગરબાડા તાલુકાના ખારવા ગામે દાહોદ અલીરાજપર હાઇવે પર ગરબાડા તરફથી મોટર સાયકલ લઇને જઈ રહેલ ચાલકને દાહોદ તરફથી આવતા અજાણ્યા ફોર વ્હીલ ગાડીના ચાલકે પૂર ઝડપી આવી બાઈક ચાલકને અડફેટે લેતાં ચાલક દૂર સુધી રોડ ફંગોળાઈ જતા મોઢાના ભાગે તેમજ અન્ય શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ આસપાસના લોકો ને થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ૧૦૮ ઇમરજન્સી ને ફોન કરી સારવાર અર્થે નજીકના દવાખાના એ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અજાણ્યો ફોર વ્હીલ ચાલક અકસ્માત કરી ગાડી લઈ નાસી ગયો હતો.અકસ્માતની જાણ ગરબાડા પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.