વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ મોદી સરકારની ગેરંટી નો રથ છે: ધારાસભ્ય રમેશભાઈ કટારા

Editor Dahod Live
2 Min Read

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ મોદી સરકારની ગેરંટી નો રથ છે: ધારાસભ્ય રમેશભાઈ કટારા

સંજેલી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નો સ્વાગત કાર્યક્રમ યોજાયો.

સુખસર,તા.૩૦

 ફતેપુરા વિધાનસભા વિસ્તારના સંજેલી ખાતે ગુરુવારના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાને મળતી સુવિધાઓ અને વિકાસના કામોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

         રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે દાહોદ જિલ્લામાં ફતેપુરા વિધાનસભાના સંજેલી ગામે રથનું આગમન થયું હતું.જ્યાં ગામમાં ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.

આ પ્રસંગે સંજેલી નગરના ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લાઇવ વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું. ધારાસભ્ય રમેશભાઈ કટારાએ

આ પ્રસંગે પોષણ યોજના,પી.એમ કિશાન સ્વનિધી, પી.એમ.આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે યોજના લાભાર્થીઓએ તેમને મળેલ લાભો અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.

કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંજેલી તાલુકા પંચાયત પ્રમુખ અરુણાબેન પલાસ, મામલતદાર પટેલ,તાલુકા વિકાસ અધિકારી ડામોર ,ગામના સરપંચ મનાભાઈ ચારેલ,જિલ્લા સભ્ય સુશીલાબેન, એ.પી.એમ.સી.ના ચેરમેન જશુભાઈ બામણીયા,જન પ્રતિનિધિઓ, આગેવાનો, સરકારી વિભાગના અધિકારી,કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article