બાબુ સોલંકી :- સુખસર
સુખસર પી.એસ.આઇ જી.બી ભરવાડ દ્વારા ગરીબ પરિવારોમાં મીઠાઈ આપી શુભેચ્છા પાઠવી
સુખસર :- તા. ૧૩
સુખસર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ જી.બી ભરવાડ દ્વારા નુતન વર્ષના આરંભ પૂર્વે આજરોજ ગરીબ પરિવારોમાં રૂબરૂ જઈ મીઠાઈ તથા ફટાકડા આપી આવનાર વર્ષ સુખદાયી તથા નિરોગી નીવડે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.અને ગરીબ પરિવારના બાળકો સહિત વૃદ્ધ લોકો સાથે બેસી વાતચીત કરી ગરીબ પરિવારો પોતાનો જીવન નિર્વાહ કેવી રીતે ચલાવે છે તેનો પરિચય મેળવ્યો હતો.
અહીંયા જણાવવું જરૂરી છે કે,સુખસર પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ જી.બી ભરવાડની નિમણૂક બાદ વિસ્તારમાં કેટલીક અસામાજિક પ્રવૃત્તિ ઉપર રોક લાગ્યો હોવાની તેમજ મારામારી,અકસ્માત જેવી ગુનાખોરીનું પ્રમાણ પણ ઘટ્યું હોવાની ચર્ચા પ્રજામાં ચર્ચાઇ રહી છે.
તેમજ અગાઉની દ્રષ્ટિએ જોતા પ્રજામાં પોલીસ પ્રત્યે ક્યારેક અસંતોષ ઉભો થતો હતો તેમાં પણ સુધાર આવ્યો હોવાનું જાણવા મળે છે.અને પી.એસ.આઇ.જી.બી ભરવાડની નિષ્પક્ષતા,ફરજ પ્રત્યે સતર્કતા,કુનેહ અને મળતાવડા સ્વભાવના કારણે પોલીસ પ્રજાનો મિત્ર હોવાનો પ્રજા અહેસાસ કરી રહી છે.