
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના જેસાવાડા નજીક કાળીયા કોતરના વળાંક પાસેનો બનાવ..
બોલેરો ગાડી તેમજ મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓને કાળ ભરખી ગયો, એક ઈજાગ્રસ્ત..
દિવાળી ટાણે હાઇવે બન્યો રક્ત રંજીત, એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોતથી પંથકમાં અરેરાટી…
કમનસીબ બાળકીએ માતા-પિતાના છત્ર સાથે વ્હાલસોયા ભાઈને ગુમાવ્યો
બાળકીની હાલત ગંભીર:સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી.
ગરબાડા તા.08
ગરબાડા તાલુકાના જેસાવાડા નજીક ફોરવીલ ગાડી તેમજ બાઈક વચ્ચે સર્જાયેલા ગમખવાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓ ઘટના સ્થળે મોતને ભેટ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યારે આ બનાવવામાં એક આઠ વર્ષીય બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે દાહોદના ઝેડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના છરછોડા ગામના સિમોડા ભાભોર ફળિયાના 28 વર્ષીય પવાભાઈ ભાવસિંગભાઈ પરમાર, તેમની પત્ની લીલાબેન પવાભાઈ પરમાર. ઉંમર વર્ષ 27, બે બાળકો પૈકી નકુડો પવાભાઈ ઉંમર વર્ષ 10 તેમજ પુત્રી 12 વર્ષીય સેજલ સાથે પોતાના કબજા હેઠળની Gj-20-AJ-7221 નંબરની બજાજ પલ્સર ગાડી પર સવાર થઈ થોડાથી જેસાવાડા તરફ જતા હતા તે સમયે રસ્તામાં ધાનપુર રોડ પર સામેથી પૂર ઝડપે આવી રહેલી Gj-20-V-4560 નંબરની બોલેરો ગાડીના ચાલકે pulsar મોટર સાયકલને જોસભેર ટક્કર મારતા સર્જાયેલા ગમખવાર માર્ગ અકસ્માતમાં પલ્સર ગાડી પર સવાર એક જ પરિવારના ચારેય સભ્યો હવામાં ફંગોળાઈને જમીન પર પટકાતા ઉપરોક્ત ચારેય ને જીવલેણ ઇજાઓ પહોંચતા ચારેય પૈકી વર્ષીય પવાભાઈ ભાવસિંગભાઈ પરમાર, તેમની પત્ની લીલાબેન પવાભાઈ પરમાર. બે બાળકો પૈકી નકુડો પવાભાઈનું ઘટના સ્થળે મોત નીપજતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. જ્યારે આ માર્ગ અકસ્માતમાં માતા-પિતાનું છત્ર તેમજ વ્હાલસોયા ભાઈને ગુમાવનાર કમનસીબ સેજલ ને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સ્થાનિકોએ 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે રીફર કરી હતી જ્યાં હાલ સેજલ જીવણ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ બનાવ ની જાણ જેસાવાડા પોલીસને થતા જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ રામી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને માર્ગ અકસ્માતમાં મરણ પામેલા એક જ પરિવારના ત્રણેય વ્યક્તિઓના મૃતદેહોનો કબજો લઈ પીએમ અર્થે નજીકના દવાખાને ખસેડ્યો હતો. જયારે અકસ્માત અન્વયે બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.જોકે આ માર્ગ અકસ્માતમાં એક જ પરિવાર પર કાળમુખી બનીને આવેલી બોલેરો ગાડી આમલી ગામના વ્યક્તિની હોવાનું હાલ સામે આવ્યું છે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા ઘટના સંબંધે વધુ તપાસ હાથ ધરી છે.