Thursday, 26/12/2024
Dark Mode

સફાઈ કામદારોના 15 માંથી 14 મુદ્દાઓ પર સહમતિ બંધાઈ  દાહોદ નગરપાલિકા હસ્તકના સફાઈ કામદારોની અચોક્કસ મુદતની હડતાલ સમેટાઈ.

November 1, 2023
        705
સફાઈ કામદારોના 15 માંથી 14 મુદ્દાઓ પર સહમતિ બંધાઈ   દાહોદ નગરપાલિકા હસ્તકના સફાઈ કામદારોની અચોક્કસ મુદતની હડતાલ સમેટાઈ.

રાજેશ વસાવે :- દાહોદ 

સફાઈ કામદારોના 15 માંથી 14 મુદ્દાઓ પર સહમતિ બંધાઈ 

દાહોદ નગરપાલિકા હસ્તકના સફાઈ કામદારોની અચોક્કસ મુદતની હડતાલ સમેટાઈ.

દાહોદ તા.૦૧

દાહોદ શહેરમાં નગરપાલિકાના હસ્તકના સફાઈ કામદારો દ્વારા અચોક્કસ મુદતની હડતાળના બીજા દિવસે સફાઈ કામદારોએ શહેરમાં હાથમાં બેનરો સાથે રેલી કાઢી હતી અને ત્યાર બાદ સફાઈ કામદારો નગરપાલિકા ચોક ખાતે ધરણાં પ્રદર્શન યોજ્યાં હતાં. ત્યારે સફાઈ કર્મચારીઓની હડતાળને પગલે સત્વરે જાગેર પાલિકા તંત્ર દ્વારા સફાઈ કર્મચારીઓની ૧૫માંથી ૧૪ માંગણીઓ પર સહમતી દર્શાવી સફાઈ કર્મચારીઓની માંગણી પુરી કરતાં કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી હોવાનું જાણવા મળે છે.

દાહોદ શહેરના સફાઈ કામદારો છેલ્લા બે દિવસથી પોતાની વિવિધ ૧૫ જેટલી માંગણીઓના સંદર્ભે અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયાં હતાં. સફાઈ કર્મચારીઓના જણાવ્યાં અનુસાર, તેઓની ૧૫ જેટલી માંગણીઓમાં ચાલુ નોકરી દરમ્યાન સફાઈ કામદારો મૃત્યુ પામેલ છે તેમના આશ્રિતોને ગ્રેજ્યુટીના નાણાં મળે, ૩૦ વર્ષથી ફરજ બજાવતાં રોજમદાર સફાઈ કર્મચારીઓને તેમને કાયમનો લાભ આપે, પગાર સહિતના ભથ્થા આપવામાં આવે, ૩૦ વર્ષથી ફરજ બજાવતાં રોજમદાર કર્મચારીઓને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર છુટા કરી દેવામાં આવે છે, વય મર્યાદાની આડમાં લઈને છુટા કરી દેવામાં આવે છે તેમને ગ્રેજ્યુટી ચુકવાય, રોજમદાર કર્મચારીઓને લઘુત્તમ વેતન વધ્યુ છે તે લઘુત્તમ વેતન ચુકવવામાં આવે, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ સાતમા પગાર પંચ આપવામાં આવે, સફાઈ કર્મચારીઓને એક્સીડેન્ટલી વીમા આપવામાં આવે, સફાઈ કર્મચારીઓને ગણવેશ આપવામાં આવે, સફાઈના સાધનો આપવામાં આવે, રોજમદારોને એપીએફના નાણાં કાપવામાં આવતાં નથી, કર્મચારીઓને બેન્ક ઓફ બરોડામાં પગાર ચુકવવામાં આવે, સફાઈ કામદારોના ૦૧થી ૧૦ તારીખમાં પગાર ચુકવી આપે, ક્વોટર્સને નામે કરવામાં આવે, સુખદેવ કાકા ચાલમાં આવેલ તમામ ગટરોને સાફ કરવામાં આવે અને નવી બનાવવામાં આવે અને સ્વ. સબુરભાઈ નાથાભાઈ પરમારના ત્રીજા પત્નિને પેન્શન ચુકવવામાં આવે. આમ, ઉપરોક્ત વિવિધ માંગણીઓને લઈ સફાઈ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે સફાઈ કામદારો હડતાળ ઉપર ઉતરતાં શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા જાેવા મળી રહ્યાં છે. થોડા દિવસ પહેલા દાહોદના ભાજપાના અગ્રણીઓ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી પરંતુ જ્યારે આવા સફાઈ કર્મચારીઓના હિતની વાત આવે ત્યારે શહેરના સત્તાધારી પક્ષ સફાઈ કામદારોના પડખે ન ઉભા રહેતા હોવાના આક્ષેપો પણ સફાઈ કામદારોમાં અંદરો અંદર થવા પામ્યાં હતાં. આજરોજ હડતાળનો બીજાે દિવસ હોઈ સફાઈ કામદારો દ્વારા શહેરમાં રેલી કાઢવામાં આવી હતી અને આ રેલી શહેરના વિવિધમ માર્ગે ઉપર ફરી દાહોદ નગરપાલિકાના ચોક ખાતે પહોંચી હતી અને જ્યાં સફાઈ કામદારોએ ધરણાં પ્રદર્શન યોજ્યાં હતાં ત્યારે સફાળે જાગેલ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આજરોજ સાંજના સમયે સફાઈ કર્મચારીઓની ઉપરોક્ત ૧૫ પૈકી ૧૪ માંગણીઓ પર સહમતી દર્શાવતાં સફાઈ કર્મચારીઓ દ્વારા હડતાળ સમેટી લીધી હતી.

———————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!