Friday, 27/12/2024
Dark Mode

નળ શે જળ યોજનાની અધુરી કામગીરીના લીધે 250 ઉપરાંત ઘરોના નળ સુકાયા.. પાલિકાએ ભૂતિયા કનેક્શનો કાપી દેતા લક્ષ્મી પાર્ક સહિતના વિસ્તારો પાણી વિહોણા બન્યા..

October 31, 2023
        680
નળ શે જળ યોજનાની અધુરી કામગીરીના લીધે 250 ઉપરાંત ઘરોના નળ સુકાયા..  પાલિકાએ ભૂતિયા કનેક્શનો કાપી દેતા લક્ષ્મી પાર્ક સહિતના વિસ્તારો પાણી વિહોણા બન્યા..

રાજેશ વસાવે :- દાહોદ 

નળ શે જળ યોજનાની અધુરી કામગીરીના લીધે 250 ઉપરાંત ઘરોના નળ સુકાયા..

પાલિકાએ ભૂતિયા કનેક્શનો કાપી દેતા લક્ષ્મી પાર્ક સહિતના વિસ્તારો પાણી વિહોણા બન્યા..

ગ્રામ પંચાયતમાં આવતા વિસ્તારો પાલિકાએ નળ કનેક્શન કાપતા દિવાળી ટાણે પરિવારોની હાલત કફોડી.

દાહોદ તા.31

નળ શે જળ યોજનાની અધુરી કામગીરીના લીધે 250 ઉપરાંત ઘરોના નળ સુકાયા.. પાલિકાએ ભૂતિયા કનેક્શનો કાપી દેતા લક્ષ્મી પાર્ક સહિતના વિસ્તારો પાણી વિહોણા બન્યા..

દાહોદ નગરપાલિકાએ પંચાયત વિસ્તારમાં ગેરકાયદેસર પાણીના કનેક્શનોના જોડાણો કાપી નાખતા સમગ્ર વિસ્તાર પાણી વગરનું થતા અત્રેના 250 ઘરોમાં વસવાટ કરતા 10,000 લોકો પાણી વિહોણા બન્યા છે. જેના પગલે મહિલાઓ રોષે ભરાઈ પાણી આપવા તંત્ર સમક્ષ માંગ કરાઈ છે.

દાહોદ શહેરમાં આવેલા પંચાયત વિસ્તારના ગલાલિયાવાડ ગામમાં આવેલા લક્ષ્મી પાર્ક સોસાયટીના 250 જેટલા મકાનોમાં લાગેલા ગેરકાયદેસર પાલિકાની કડાણા યોજનાની લાઈનના પીવાના પાણીના કનેક્શનોનું જોડાણ બે દિવસ અગાઉ પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમોએ કાપી નાખતા લક્ષ્મી પાર્ક સોસાયટીના રહીશો પીવાના પાણી વગરના થઈ જવા પામ્યા હતા જોકે હવે તેમને પીવાનું પાણી આપવામાં આવે તેવી માંગ સાથે રાત્રીના સમયે લક્ષ્મી પાર્ક સોસાયટીની મહિલાઓ અને પુરુષો વિસ્તારમાં એકઠા થયા હતા અને પીવાનું પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી જોકે પંચાયત વિસ્તાર લાગતો હોવાના કારણે પાલિકાની ટીમે ભુતીયા કનેક્શનોનું જોડાણ કાપી નાખતા ચકચાર મચી જવા પામી હતી અને લક્ષ્મી પાર્ક વિસ્તારના રહીશો ટેન્કર મારફતે એક એક હજાર રૂપિયામાં પીવાના પાણીના ટેન્કરો મંગાવી પીવાનું પાણીની જરૂરિયાત પુરી પાડતા હોવાની રજુઆત કરી હતી જોકે સામે દિવાળીનો પર્વ આવી રહ્યો છે અને તેમને તહેવાર ટાણે પીવાના પાણીની સમસ્યા ઉભી થતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે અને તેમને નળ સે જલ યોજનાનું પીવાનું પાણી આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી જોકે તે વિસ્તારમાં નળ સે જલ યોજનાની પીવાના પાણીની પાઇપ લાઈનો નાખેલી છે પરંતુ તેમને પીવાના પાણીના કનેક્શનો આપવામાં આવ્યા નથી ત્યારે તેમને નળ કનેક્શનો આપવામાં આવે તેવી માંગને લઈને મહિલાઓ રોષે ભરાઈ હતી. જોકે હાલ દિવાળી ટાણે નગરપાલિકા તંત્ર દ્વારા મેઈન લાઈનમાંથી જોડાણો કાપી દેતા લક્ષ્મી પાર્ક સાંઈધામ સહિતના આસપાસના વિસ્તારો ગ્રામ પંચાયત ગલાલીયાવાડમાં આવે છે તમામ વિસ્તારો હાલ દિવાળી ટાણે પાણી વિહોણા થતા ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે જેના પગલે સાંજના સમયે રસોડાનું કામ છોડી પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ મોરચો માંડ્યો છે. અને સંબંધિત વિભાગ તેમજ સ્થાનિક જન પ્રતિનિધિઓ સમક્ષ પાણીની સમસ્યાને હલ કરવા માટે ઉગ્ર માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!