
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના રહીશોએ દ્વારા પાણી પુરવઠો તેમજ સ્ટ્રીટ લાઇટ બાબતે ગ્રામ પંચાયતને આવેદન પાઠવ્યું.
ગરબાડા તા. ૨૦
ગરબાડા આઝાદ ચોક , સડક ફળિયા, નવાતરિયા, વિસ્તાર ના રહીશો દ્વારા ગ્રામ પંચાયત ખાતે પાણી પુરવઠો આપવા તથા સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે ગરબાડા ગ્રામ પંચાયત હસ્તકની નળ શે જળ યોજનાની કામગીરી ચાલુ થયા અને આશરે બે વર્ષ જેટલો સમય થયો છતાં આઝાદ ચોક તેમજ સડક ફળિયા,નવાતરિયા વિસ્તારમાં આજ દિન સુધી પાણી પુરવઠો આપવામાં આવ્યો નથી તેમ રેન્જ ફોરેસ્ટ ઓફિસ આઝાદ ચોક સુધી માત્ર એક જ પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે બીજી પાઇપલાઇન નાખવામાં આવી નથી તેમ જ આઝાદ ચોકથી રિલાયન્સ પેટ્રોલ પંપ સ્ટ્રીલ લાઈટ ચાલુ કરી આપવા તેમજ તેમજ જ્યાં સુધી પાણીની પાઇપલાઇન નખાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા માટે ટેન્કરની સુવિધા કરી આપવા અને બે વર્ષથી બંધ પડે નળ થી જળ યોજના નાં કારણે પાણી વેરામાંથી મુક્તિ આપવામાં આવે તે માટે સરપંચ તેમજ તલાટીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી