પોલીસે બન્ને તસ્કરોને ઝડપી 43 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો..
દાહોદની સેન્ટ જોન પ્રાથમિક શાળામાં ચોરી,પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી બે ઈસમોને સલાખે પૂર્યા..
દાહોદ તા.૧૧
દાહોદ શહેરમાં આવેલી પ્રાથમિક શાળામાંથી અજાણ્યા તસ્કરોએ ટ્રેક્ટર, રોડ બ્રેકર તથા બેટરી સહિતના સામાનની ચોરીને અંજામ આપતાં દાહોદ બી. ડિવીઝન પોલીસમાં ગતરોજ નોંધાંવવા પામ્યો હતો જેમાં પોલીસે આ બનાવમાં બે ઈસમોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચોરી થયેલ રૂા. ૪૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
ગતરોજ દાહોદ શહેરના ઝાલોદ રોડ સેન્ટ જાેન સ્કુલના કંમ્પાઉન્ડમાંથી ટ્રેક્ટરની બેટરી તથા ટ્રેક્ટરમાં લાગેલ રોડ બ્રેકરની ચોરી થઈ હોવાની ફરિયાદ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે નોંધાંવવા પામી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ બી ડિવીઝન પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો ત્યારે આ ચોરીમાં રામકુમાર ઉર્ફે સોનુ કિશોરભાઈ ગિધવાણી (રહે. સાકરદા, નિશાળ ફળિયું, તા.જિ.દાહોદ) અને તેની સાથેનો વિશાલભાઈ કુંદનભાઈ ડામોર (રહે. ભીલવાડા, તળાવ ફળિયું, તા.જિ.દાહોદ) હોવાનું પોલીસ તપાસમાં સામે આવતાં પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમોને તેઓના આશ્રય સ્થાને ઝડપી પાડ્યાં હતાં. ચોરીનો મુદ્દામાલ રાકુમાર ઉર્ફે સોનુ કિશોરભાઈ ગિધવાણીએ તેના ઘરમાં સંતાડી રાખ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવતાં પોલીસે તેના ઘરે તપાસ કરતાં રૂા. ૪૩,૦૦૦ ની કિંમતનું ચોરીનું ટ્રેક્ટર રોડ બ્રેકર તથા બેટરી મળી આવી હતી. આ સંબંધે દાહોદ બી ડિવીઝન પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————-