સિંગવડ તાલુકાના અનેક ગામોમાં છેલ્લા ચારેક દિવસથી વીજળી ડૂલ અંધારપટ જેવી પરિસ્થતિ..
સીંગવડ તા. ૧૯
સિંગવડ તાલુકાના અનેક ગામોમાં વરસાદ વધારે પડવાના લીધે બે થી ચાર દિવસથી લાઈટ નહી રહેતા અંધારપટ જેવી હાલત થઈ જ્યારે આ વરસાદ પડવાના લીધે ઘણી જગ્યાએ ઝાડો પડી જતા અનેક જગ્યાએ વીજળીના થાંભલાઓ પડી ગયા હતા જ્યારે આ વીજળીના થાંભલા પડવાના લીધે સિંગવડ તાલુકાના ઘણા ગામોમાં વીજળી આવી શકી નહોતી તેના લીધે લોકોના મોબાઇલ સ્વીચ ઓફ થયા હતા જ્યારે વીજળી વિના ગામડાના લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો સિંગવડ તાલુકાના જી.ઇ.બી ની ટીમો નહિવત પ્રમાણમાં હોવાના લીધે આ ગામડાના લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો જ્યારે જી.ઈ.બી નો સ્ટાફ વધારે પડતો મૂકવામાં આવે તો ગામડાની લાઈટો ફટાફટ ચાલુ કરી દેવામાં આવે અને ગામડાના લોકોને વીજળીની સુવિધા ફટાફટ મળી રહે તેમ છે જ્યારે ગામડાના લોકોને વીજળી વગર રાત મધરાતે ઝેરી જાનવર નો ડર રહેતો હોય માટે સિંગવડ તાલુકાના ગામડાઓમાં ફટાફટ વીજળી આવે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી ગામડાના લોકોની માંગ છે…