સિંગવડ તાલુકામાં આદિવાસી સુરક્ષા યાત્રાનું ધામધૂમથી સ્વાગત કરાયું.
સીંગવડ તા. ૧૯
ઝારખંડ થી છ રાજ્યમાં ભ્રમણ કરવા નીકળેલા આદિવાસી વસ્તી વધારે ધરાવતા દાહોદ જિલ્લાના સિંગવડ ગામે આદિવાસી સુરક્ષા યાત્રા નુ ગુરુ ગોવિંદ ચૌક ખાતે પહોંચી હતી. જ્યારે યાત્રાનું સ્વાગત કરવામાં નરેશભાઈ બારીયા ડો.નીલેશ બામણીયા કિશોરભાઈ ડામોર પ્રવીણભાઈ ડામોર વગેરે દ્વારા આદિવાસી સુરક્ષા યાત્રાનું ગોવિંદ ગુરુ ચોક ખાતે ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું જ્યારે આદિવાસી સુરક્ષા યાત્રાનું મુખ્ય ઉદ્દેશ આ દેશમાં આદિવાસી સૌથી અસુરક્ષિત હોવાનું માની રહ્યા છે જ્યારે કેટલાક સમયથી દેશમાં આદિવાસી પર અત્યાચારો ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે જ્યારે વિકાસના નામે જેમનુ ખૂબ અસ્તિત્વ જમીન થી જોડાયેલું છે વગેરે માટે આદિવાસી સુરક્ષા યાત્રા નીકળવામાં આવી હતી.જ્યારે આ યાત્રાને રણધીપુર પોલીસ દ્વારા બંદોબસ્ત આપવામાં આવ્યો હતો…