Friday, 27/12/2024
Dark Mode

સીંગવડ:RSS દ્વારા ગરીબ જરૂરિયાતમંદ પરિવારોમાં રાહતકીટનું વિતરણ કરાયું

સીંગવડ:RSS દ્વારા ગરીબ જરૂરિયાતમંદ પરિવારોમાં રાહતકીટનું વિતરણ કરાયું

કલ્પેશ શાહ @ સીંગવડ 

સિંગવડ તાલુકાના સીંગવડ ગામ આર.એસ.એસ દ્વારા ગરીબ વિધવા બહેનોને કીટનું વિતરણ. સિંગવડ તાલુકાના સિંગવડ ગામમાં ગરીબ વિધવા બહેનોને આશરે 111 કીટ ૫૦૦ રૂપિયાના જેટલી ખાવાની ચીજ વસ્તુઓની કીટ બનાવીને સિંગવડના આર.એસ.એસ દ્વારા ૮ થી ૧૦ સેવાભાવી લોકો દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા કોરોનાવાયરસ જેવી મહામારીના લીધે કોઈપણ માણસ કે વિધવા ભૂખ્યા ના રહે તે માટે આ સેવાભાવી લોકો દ્વારા ફળિયામાં ફરીને તેમને ઘરદીઠ પોતાની યથાશક્તિ પ્રમાણે જે પણ આ કિટમાં આપવામાં આવ્યું તે લઈ અને બીજું પૂરતી વસ્તુઓની પૂર્તતા કરી ને આ બધી વસ્તુઓ જરૂરિયાત મુજબ ગરીબ વિધવા મહિલાઓને આપવામાં આવી તથા સિંગવડ આરએસએસ દ્વારા આ એક સારું કાર્ય કરવામાં આવ્યું હતું  તથા આવી રીતના જ બધા લોકો આવું કાર્ય કરે તો કોરોનાવાયરસ જેવી મહામારી બીમારીના ગરીબ વિધવા બહેનો અથવા ગરીબોને મરવાનો વારો નહીં આવે તથા તેમનું પણ જીવન ચાલી શકે તે માટે આ એક સારું કાર્ય કરવામાં આવ્યું

error: Content is protected !!