સિંગવડ તાલુકામાં 71 ગામોની ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની જગ્યાઓ ખાલી હોવાથી અરજદારોને હાલાકી…
સિંગવડ તાલુકામાં 71 ગામોમાં 11 તલાટી કમમંત્રીના માથે તમામ જવાબદારીઓ.
સીંગવડ તા. ૧૦
સિંગવડ તાલુકાના 71 ગામો આવેલા હોય તેમાં ખાલી 11 તલાટી કમ મંત્રીઓ દ્વારા પંચાયતોના કામ કરવામાં આવતા હોવાના લીધે આ તલાટી કમ મંત્રી દ્વારા ઘણાખરા ગામોમાં જઈ પણ નથી શકતા જ્યારે ઘણા તલાટી કમ મંત્રીઓને 10 થી 12 ગામ હોય તો તેને પાંચ દિવસ મળતા હોય તે કયા દિવસે ક્યાં ગામમાં જાય તે પણ એક વિચારવા જેવી બાબત છે જ્યારે આ સિંગવડ તાલુકો બન્યો ને સાત થી આઠ વર્ષ થવા આવ્યા છે ત્યારથી આ સિંગવડ તાલુકાની ખાલી 10 થી 12 તલાટી કમ મંત્રીઓથી જ ગ્રામ પંચાયતો નો વહીવટ ચાલતો હોય જેના લીધે ગ્રામ પંચાયતના તેમના ધારેલા કામો તે દિવસે થઈ શકતા નથી અને અરજદારો તલાટી કમ મંત્રીના નક્કી કરેલા દિવસે તેમના ગામથી આવે તો કામ થઈ શકે છે જ્યારે આ સિંગવડ તાલુકામાં તલાટી કમ મંત્રી ની ભરતી કરવામાં આવે તો ગ્રામ પંચાયતના કામો ફટાફટ થાય અને અરજદારોને રાહ દેખીને ને બેસી રહેવાનો વારો નહીં આવે જ્યારે ઘણા ખરા તલાટી કમ મંત્રીઓને વહીવટદારો નું પણ ચાર્જ આપવામાં આવેલો હોવાના લીધે તે વહીવટદારને તેમના ગામોમાં પણ જ પડતું હોય છે જે માટે સિંગવડ તાલુકામાં તલાટી કમ મંત્રીઓ ની જેટલી બને તેટલી વહેલી તકે ભરતી કરવામાં આવે તો આ તલાટી કમ મંત્રી નો ભાર ઓછો થાય અને તે તેમના ગામોમાં પૂરતો સમય મળી શકે તેના લીધે અરજદારોના પણ તેમના કામો ફટાફટ થઈ શકે એના માટે સિંગવડ તાલુકામા તલાટી કમ મંત્રીઓની ભરતી કરવામાં આવી તેવી માંગ ઉઠવા પામી છે.