Tuesday, 01/07/2025
Dark Mode

મહુડી ગામ થી માનગઢ ધામ જવા માટે ઊંમટિયો જન સેલાબ 

September 4, 2023
        342
મહુડી ગામ થી માનગઢ ધામ જવા માટે ઊંમટિયો જન સેલાબ 

રાજેશ વસાવે :- દાહોદ 

મહુડી ગામ થી માનગઢ ધામ જવા માટે ઊંમટિયો જન સેલાબ

દાહોદ તા. ૪

આદિવાસીઓના ધાર્મિક ધામ એવા માનગઢ ધામ ખાતે જવા માટે મહુડી ગામના રચનાત્મક વિચારો ધરાવતા યુવાનો દ્વારા પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં મહુડી, હડમતખુટાં ગામ ના મોટી સંખ્યામાં નવ યુવાનો જોડાયા હતા. 

આદિવાસીઓના ગુરુ ગોવિંદ ના વિચારોને સમર્પિત આદિવાસીઓની એકતા ,શિક્ષણ, આદિવાસીઓમાં નશામુક્તી,સમાજના યુવાનોને સારી દિશા મળે તે હેતુ થી અને મહુડી ગામથી માનગઢ રૂટ પર આવતા તમામ ગમોમાં જનજાગૃતિ તેમજ યુવાનોને સામાજિક એકતા તરફ લઈ જવા અને યુવાઓમાં નશા કારક દ્રવ્યોનું સેવન થી દૂર રહેવા માટે બાળકોમાં શિક્ષણનું સ્તર વધે તે હેતુ થી મહુડી થી માનગઢ ધામ સુધી પગપાળા યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા મહુડી ગામથી નીકળી ઝાલોદ પહોંચી ત્યારે મુવાડા ઝાલા વસૈયા ચોક પર ઝાલા રાજાની મૂર્તિને ફૂલહાર કરવામાં આવ્યું ત્યારે ઝાલોદ આદિવાસી પરિવાર ની ટીમ દ્વારા આ યાત્રીઓને ફૂલવર્ષા કરી કરી સ્વાગત કરવામાં આવ્યું તેમજ ચા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. માનગઢધામ જવા નીકળેલા યુવાનો દ્વારા   આદિવાસી સમાજમાં શિક્ષણ અને સમાજની એકતાની જાગૃતિ માટેના પ્રાણ ફૂકાયેલા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!