ધાનપુર તાલુકાના નવાનગર પાસે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 30,000 ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપ્યો:બુટલેગર ફરાર…
ધાનપુર તા.૨૬
ધાનપુર તાલુકાના નવાનગર ખાતે પેટ્રોલિંગમાં નીકળેલી ધાનપુર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી 30,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસે વિદેશી દારૂના જથ્થા તેમજ મોટરસાયકલ મળી 50000 ઉપરાંતમાં વિદેશી દારૂનો જથ્થો કર્યો છે. જોકે વિદેશી દારૂ લાવનાર ખેપિયો પોલીસને ચકો આપી ડુંગર તેમજ મકાઈના ઉભા પાકમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર તાલુકાના ખજુરી ગામના યોગેશભાઈ મડીયાભાઈ ડામોર પોતાના કબજા હેઠળની GJ-06-EJ-8103 નંબરની મોટરસાયકલ પર
વિદેશી દારૂનો જથ્થો ભરી નવાનગર ખાતેથી પસાર થઈ રહ્યો હતો. જોકે તે દરમિયાન પેટ્રોલિંગમાં નીકળેલી ધાનપુર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આવતા જતા વાહનોની તલાસી લઈ રહી હતી તે સમયે પોલીસને જોઈ મોટરસાયકલ પર વિદેશી દારૂ લાવનાર યોગેશ મડિયાભાઈ ડામોર બાઈક રસ્તામાં ફેકી ડુંગરી તેમજ મકાઈના ખેતરમાંથી પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસે મોટરસાયકલની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અલગ-અલગ બ્રાન્ડની કાંચ તથા ટીન બીયર મળી કુલ બોટલ નંગ-૨૫ ની કુલ 30,120 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા પોલીસે 20,000 રૂપિયા કિંમતની મોટરસાયકલ તેમજ વિદેશી દારૂનો જથ્થા સહિત કુલ 50,120 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ધાનપુર તાલુકાના ડુંગરી ગામના યોગેશ મડીયાભાઈ પલાસ વિરુદ્ધ પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.