Thursday, 26/12/2024
Dark Mode

ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનો નાનકડો પ્રયાસ:સરકારી ક્ષેત્રે નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો સમય અને ભાવિ બંને બચ્યા..

August 18, 2023
        405
ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનો નાનકડો પ્રયાસ:સરકારી ક્ષેત્રે નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો સમય અને ભાવિ બંને બચ્યા..

રાજેશ વસાવે દાહોદ 

ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનો નાનકડો પ્રયાસ:સરકારી ક્ષેત્રે નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો સમય અને ભાવિ બંને બચ્યા..

દાહોદમાં કંડકટરની ભરતી માટે ફરજિયાત એવા ફર્સ્ટ એડની તાલીમ માટે વધારાના બે સેન્ટરો ખોલાયા…

દાહોદ તા.18

ગુજરાત સરકાર દ્વારા કંડકટરની ભરતી અંગેની જાહેરાત થયાં બાદ આદિવાસી વિસ્તારના ઘણા બધા વિદ્યાર્થીઓને આ ભરતીના રજીસ્ટ્રેશન માટે ફર્સ્ટ એડની તાલીમની જરૂરિયાત ઊભી થતા આ તાલીમ દાહોદના રેડ ક્રોસ ખાતે યોજાતી હોવાથી રેડક્રોસ ખાતે ફર્સ્ટ એડ તાલીમ અંગે મર્યાદામાં રજીસ્ટ્રેશન અને તાલીમ થતી હોવાથી કંડકટર ની ભરતી ની તૈયારીઓ કરતા ટ્રાઇબલ વિસ્તારના ઘણા ખરા વિદ્યાર્થીઓ રઝળી પડતા આ બાબત દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીને ધ્યાને આવતા વિદ્યાર્થીઓના રોજગાર નો પ્રશ્ન અને તેઓનો ભાવિ અંધકારમય ન બને તે માટે તેઓએ એક નાનકડો પ્રયાસ કર્યો અને રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજય પટેલ જોડે વાતચીત કર્યા બાદ એક સમાધાન કરી નિર્ણય લેવાયો હતો.

ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનો નાનકડો પ્રયાસ:સરકારી ક્ષેત્રે નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો સમય અને ભાવિ બંને બચ્યા..

જેમાં રેડ ક્રોસ સિવાય દાહોદના એપીએમસી તેમજ જમાલી સ્કૂલ ખાતે ફર્સ્ટ એડની તાલીમ શિબિરનું આયોજન માટેની મંજૂરી મળી જતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. એટલું જ નહીં આ તાલીમ શિબિરમાં રેડ ક્રોસ સોસાયટીના કર્મચારીઓ દ્વારા જ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કર્યા બાદ તેઓને તાલીમ આપવાનું આયોજન થતાં દાહોદના એપીએમસી માર્કેટયાર્ડ તેમજ જમાલી સ્કૂલ ખાતે કંડકટર ની ભરતી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપરોક્ત સેન્ટરો ઉપર રજીસ્ટ્રેશન તેમજ તાલીમ મેળવી રહ્યા છે. આમ દાહોદના ધારાસભ્યના નાનકડા પ્રયાસથી સરકારી ક્ષેત્રે રોજગાર મેળવવાની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો શિક્ષણ અને ભાવિ બગડતા બચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!