કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ ની ધામધૂમથી ઉજવણી કરાઈ..
પરંપરાગત વાજિંત્રો તેમજ ડીજે ના તાલે આદિવાસી સમાજના યુવકો, યુવતીઓ મહિલાઓ તેમજ વડીલો ઝૂમ્યા
સીંગવડ તા. ૯
. સિંગવડ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી સમાજ દ્વારા ધામધૂમતી ઉજવણીના ભાગરૂપે માં ભમરેચીના સાનિધ્યમાંથી રેલી ડી.જે.ના તાલે નિકાળવામાં આવી જેમાં મડેર મેથાણ ચુંદડી રણધીપુર સીંગવડ મલેકપુર વડાપીપળા અનુપપુરા કાલિયારાય મુણાવાણી અગારા કટારાનીપાલ્લી સરજુમી વગેરે ગામોમાંથી આદિવાસી આગેવાનો તથા આદિવાસી સમાજના ભાઈઓ તથા બહેનો આ રેલીમાં જોડાયા હતા જ્યારે સિંગવડ બજારમાં ફરી ગુરુ ગોવિંદ ચોક પાસે ઊભા રહીને ગુરુ ગોવિંદ ચોકના ઝંડા બદલવામાં આવ્યા હતા અને ત્યાં આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું ત્યાર પછી સમાજના આગેવાનો દ્વારા આદિવાસી સમાજના પરંપરા વિશે ટૂંકમાં માહિતી આપવામાં આવી તેને જ્યાં આ રેલીમાં આદિવાસી સમાજના લોકો દ્વારા તેમના વેશભૂષા પહેરી તથા તીર કામથા તલવાર ધારીયા ગોખણ વગેરે સાથે રાખવામાં આવ્યું હતું અને તેનો પણ આદિવાસી સમાજ કોઈપણ સમાજ માટે કશું પણ કરી શકશે નહીં તથા મણિનગરની ઘટના થઈ હતી ત્યારે સિંગવડ બજાર બંધ રાખીને જે વેપારી તથા મુસ્લિમ સમાજ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો તેનો આભાર માનવામા આવ્યો હતો તથા દુકાનો બંધ નહીં કરવા પણ જણાવ્યું હતું જ્યારે આદિવાસી સમાજ ઘણું કરી શકે તેમ છે જ્યારે આદિવાસી સમાજની રેલી નીચવાસ બજાર ચુંદડી રોડ થઈને પીપળોદ રોડ પર જી એલ શેઠ હાઇસ્કુલ પર પહોંચી ત્યાં એક નાની સરખી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સમાજ માટે શું કરવું અને આદિવાસી સમાજને કઈ રીતના ઉજાગર કરવા તેવા માટે પ્રયાસ કરવા એની સમાજના આગેવાનો દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું જ્યારે આ વિશ્વ આદિવાસી દિવસ માં કોઈપણ જાતનો બનાવ ન બને તે માટે રણધીપુર પોલીસ સ્ટેશન પીએસઆઇ જે કે રાઠોડ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પૂરતી કાળજી લેવામાં આવી હતી જ્યારે રેલીમાં કોઈને જરૂર પડે તે માટે બે એમ્બ્યુલન્સને પણ સાથે રાખવામાં આવી હતી તથા આદિવાસી સમાજ દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા..