દાહોદ:રમજાન માસના તહેવારને અનુલક્ષીને દાહોદમાં ડીવાયએસપી તથા ટાઉન પોલીસ દ્વારા મુસ્લીમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ

Editor Dahod Live
1 Min Read

નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.૨૨
આવનાર રમજાનના તહેવારને અનુલક્ષીને દાહોદમાં ડીવાયએસપી તથા ટાઉન પોલીસ દ્વારા આજરોજ મુસ્લીમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી અને પોલીસતંત્ર દ્વારા પવિત્ર રમજાન માસમાં એકઠા ન થવાની તેમજ પોતાના જ ઘરે રહી નમાજ અદા કરી તહેવાર ઉજવવાની અપીલ કરી હતી.

હાલ સમગ્ર ભારત દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં દિનપ્રતિદિન કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે દાહોદમાં પણ ૪ પોઝીટીવ કેસો સામે આવ્યા છે. આરોગ્ય તંત્ર, વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા લોકોને ઘરમાં જ રહી સુરક્ષિત રહેવાની અપીલ સાથે અનેક કામગીરી કરી સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે આગામી રમજાન માસના તહેવારને અનુલક્ષીને દાહોદ ડીવાયએસપી કલ્પેશ ચાવડ તેમજ ટાઉન પી.આઈ.વસંત પટેલ સહિત પોલીસ કર્મીઓએ આજરોજ દાહોદના મુસ્લીમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુસ્લીમ સમાજને  જરૂરી સુચનો તેમજ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતુ સાથે જ પવિત્ર રમજાન માસમાં એકઠા ન થવાની સમજ સાથે સાથે ઘરમાં જ પરિવાર સાથે સોશીયલ ડિસ્ટન્સ રાખી નમાઝ અદા કરવાની અપીલ કરવામાં આવી હતી.

Share This Article