Thursday, 28/03/2024
Dark Mode

ગરબાડા-ગાંગરડીમાં ગુટખા,બીડી,તમાકુની પ્રોડક્ટ વેચતા વેપારીઓ સામે તંત્રની લાલ આંખ,પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સીલ કરાઈ

ગરબાડા-ગાંગરડીમાં ગુટખા,બીડી,તમાકુની પ્રોડક્ટ વેચતા વેપારીઓ સામે તંત્રની લાલ આંખ,પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સીલ કરાઈ

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા ખાતે ગુટખા બીડી, તમાકુની પ્રોડક્ટ વેચતા વેપારીઓ સામે તંત્રની લાલ આંખ,પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સીલ કરાઈ,

ગરબાડા તા.23

 કોરોના મહામારી ના લીધે લોકડાઉન શરૂ થયા બાદ ગરબાડા તાલુકામાં ગુટખા બીડી તમાકુની  પ્રતિબંધિત વસ્તુઓ વેચતા વેપારીઓ સામે તંત્ર એ  લાલ આખ કરી છે.અને અત્યાર સુધીમાં પ્રતિબંધિત પ્રોડક્ટ નો વેચાણ કરતા વ્યાપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી તેમની દુકાનો સીલ કરી અને આવી વસ્તુઓ સળગાવીને તેનો નાશ કર્યો હતો .

લોકડાઉનના  દરમ્યાન ગરબાડા પંથકમાં વિમલ તથા ગુટખા જેવી પ્રતિબંધિત વસ્તુઓને લઈને કાળાબજારિયાઓ ભારે ધૂમ મચાવી રહ્યા છે.તેમજ આ પ્રતિબંધિત વસ્તુઓની મોટી કિંમત વસૂલવામાં આવી રહી છે જેના પગલે ગરબાડા મામલતદાર મયંક પટેલ સહિતની ટીમે આવા તત્વો સામે લાલ આંખ કરી છે. તેમજ ગરબાડા તાલુકામાં અવારનવાર આ બાબતની તપાસ પણ હાથ ધરવામાં આવે છે.જે તપાસ દરમિયાન તંત્ર દ્વારા અત્યાર સુધીમાં આવી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ચેકીંગ દરમિયાન ઝડપી પાડી તેમના વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરાવી તેમની દુકાનોને સીલ પણ મારવામાં આવ્યા છે.તેમજ ત્યાંથી પકડાયેલ પ્રતિબંધિત વસ્તુઓને સળગાવી તેનો નાશ પણ કરવામાં આવ્યો છે.તેમ છતાં કાળા કાળાબજારિયાઓ બાજ ન આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.વધુમાં તંત્ર દ્વારા ગરબાડા આઈ.ટી.આઈ ની સામે આવેલ એક વેપારીને ત્યાંથી પણ આવી પ્રતિબંધિત વસ્તુઓ સહિત  ફટાકડા  પણ કબજે કર્યા હતા તે સિવાય ગાંગરડી માં પણ ત્રણ-ચાર દુકાનોમાંથી આવી પ્રતિબંધિત વસ્તુઓ સહિત ફટાકડા પણ જપ્ત કરવામાં આવ્યા હોવાની લોકો ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.જોકે અત્યાર સુધી ક્યાંથી કેટલી વસ્તુ મળી આવી તે જાણવા મળેલ નથી.તેમજ કોઈ સામે કાર્યવાહી કરવામાં આવી હોય તેવું પણ જાણવા મળેલ નથી હકીકત જે પણ હોય તે પરંતુ મામલતદારની કામગીરીને લઇને જાહેર જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.અને આવનાર સમયમાં પણ તેઓ દ્વારા આવા તત્વો સામે લાલ આંખ કરવા માં આવે તેવું પંથકની પ્રજા ઈચ્છી રહી છે

ગરબાડા તેમજ ગાંગરડીમાં કાળાબજારીઓને ઘી કેળા:લોકડાઉનમાં તગડો નફો રળી લેવા કેટલાક લાલચુઓ દ્વારા પ્રતિબંધિત પ્રોડકટની સંગ્રહખોરી 

ગરબાડા  અને ગાંગરડી માં હાલમાં પણ ઘણા ખરા આવા વેપારીઓના ત્યાં વિપુલ પ્રમાણમાં આવી પ્રતિબંધિત વસ્તુઓના જથ્થાનો સંગ્રહ કરેલ હોવાનું સાંભળવા મળી રહ્યું છે સાથે એવું પણ સાંભળવા મળે છે કે કે તેઓ દ્વારા આ તમામ ચીજવસ્તુઓ લોક ડાઉન પહેલા ખરીદવામાં આવી હતી.પરંતુ અંદર ખાનગી આ વસ્તુ ની કાળાબજારી ધુમ થઈ રહી છે જે કડવી હકીકત છે

error: Content is protected !!