દાહોદની સબજેલમાં રહેતા કેદીઓને આગની ઘટનાથી બચાવવા માટે તાલીમ શિબિર યોજાઈ
સબજેલમાં ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ જેલ સત્તાધીસો તેમજ ફાયર & ઇમરજન્સી સર્વિસ દ્રારા તાલીમ યોજાઈ
દાહોદ તા. 26
દાહોદ તાલુકાના ખરોડ (ડોકી) ગામ ખાતે આવેલી સબ જેલમાં આજરોજ દાહોદની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્રારા આગ અકસ્માતના સમયે બચાવ કામગીરી અંગે તાલીમ શિબિર યોજાઈ હતી જેમા દાહોદની નામદાર કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ
એચ.એસ ખૂટવડની ઉપસ્થિતિમાં સબજેલના અધિક્ષક એફ.એસ.મલેક, સુબેદાર ગોપાલ ભાઈ વણઝારા, જિલ્લા પ્રોજેકટ ઓફિસર વિરલ ભાઈ ક્રિશ્ચન, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દાહોદના સ્ટેશન ફાયર ઓફિસર દીપેશ,આર જૈન તથા ફાયર સ્ટાફ દ્વારા જેલ સ્ટાફ તથા પ્રિઝનર્સ માટે આગ સુરક્ષા તથા વિવિધ આપત્તિઓ અંગે આવા સમયે શુ કરવું ? તથા શુ ન કરવું ? તે અંગેની તાલીમ આપવામાં આવી હતી
