દાહોદમાં ઉછીના લીધેલા 5 લાખનો ચેક બાઉન્સ થતા દેવાદારને કોર્ટે બે વર્ષની સજા ફટકારી,

Editor Dahod Live
1 Min Read

વસાવે રાજેશ દાહોદ 

દાહોદમાં ઉછીના લીધેલા 5 લાખનો ચેક બાઉન્સ થતા દેવાદારને કોર્ટે બે વર્ષની સજા ફટકારી,

દાહોદ તા.8

દાહોદ શહેરમાં ચેક બાઉન્સના કેસમાં એક આરોપીને દાહોદની એડીશનલ જ્યુડીશયલ મેજીસ્ટ્રેટની કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફરમાવવામા આવી છે. તદઉપરાંત બમણું વળતર ચુકવવાનો આદેશ કરતાં ખળભળાટ મચી ગયો હતો.

 

 દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં રહેતાં મિતલ દિલીપકુમાર કર્ણાવત પાસેથી તેઓના મિત્ર સંદિપકુમાર કનૈયાલાલ સોની (રહે. જેસાવાડા) એ આજથી ત્રણ વર્ષ એટલે કે, વર્ષ 2020ના સમયગાળા દરમ્યાન રૂા.5 લાખ ઉછીના લીધાં હતાં. જે રકમ ચુકવવા પેટે સંદિપકુમારે મિતલભાઈને રૂા. 5 લાખનો ચેક લખી આપ્યો હતો.આ ચેક મિતલભાઈએ પોતાના બેન્ક ખાતામાં નાંખતા ચેક બાઉન્સ થયો હતો. આ બાબતે ચેક બાઉન્સ મામલે મિતલભાઈએ દાહોદની કોર્ટમાં સંદિપકુમાર વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. ત્યારે આ કેસ ચાલી ગયો હતો. આ કેસનો ચુકાદો આવતા સંદિપકુમાર કનૈયાલાલ સોની આરોપી સાબીત થયાં હતાં. જેમાં દાહોદના એડીશનલ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ   

ક્લાસની કોર્ટમાં કેસ જતાં કોર્ટે મિતલભાઈના વકીલ જાવેદ મન્સુરી તથા અલ્તાફ હુસેન મન્સુરીનાઓની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સંદિપકુમાર કનૈયાલાલ સોનીને કસુરવાર ઠેરવી બે વર્ષની સજા તથા ચેકની રકમના બમણા રૂપીયા 10 લાખ ચુકવવા કોર્ટ દ્વારા હુકમ ફરમાવવામાં આવ્યો છે.

Share This Article