નવિન સિકલિગર:- પિપલોદ
દેવગઢબારિયા બસ ડેપોની દીવાલ ધરાશાયી, સદનસીબે જોઈ જાનહાનિ નહી…
દે.બારીયા બસ ડેપોના સમારકામ વિભાગની જુની પુરાણી દીવાલ ધરાશાયી થવા પામતા જવાબદાર એસટી વિભાગના તંત્રની બેદરકારી છતી થવા પામી છે.જોકે સદનસીબે વાહનો રૂટ પર નિકળી જતાં કોઈ નુકસાન થવા પામેલ નથી.
દાહોદ જીલ્લામાં ચોમાસુ ચાલુ થયાના માંડ બે ત્રણ દિવસ થવા પામ્યા છે. જેના કારણે નગરમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાયા હતા. કેટલાક જૂના બાંધકામો ચોમાસાની ઋતુ માં ખતરા સમાન ભાસી રહ્યા છે. ત્યારે દેવગઢબારિયા બસ ડેપો ખાતે સમારકામ અર્થે વર્ષો અગાઉ વર્કશોપ બનાવવામાં આવ્યું હતું. જે મકાનનું સમયાંતરે સમારકામ ન થવાના કારણે આજરોજ મોટી જાનહાનિ સર્જાતા બચી ગઈ હતી. જવાબદાર તંત્ર દ્વારા વર્કશોપના મકાનનું બાંધકામ થયા બાદ પૂરતું ધ્યાન ના આપી સમયસર સમારકામ કરવામાં આવેલ હોય તેમ જણાઈ રહ્યું છે. દિવસ ભર બસો અને વર્કશોપના કર્મચારીઓથી ભરચક રહેતા મકાન માં સદનસીબે આજે કોઈ હાજર ન હોય મોટી દુર્ઘટના ટળી હતી. આજરોજ રાબેતા મુજબ બધી બસો પોત પોતાનાં રૂટ પર નીકળી ગયેલ હતી. ત્યારે વર્કશોપ ની જૂની દિવાલ ભેજના કારણે સવારે દસેકના સુમારે ધરાસાય થઈ જવા પામી હતી. સમય પર બસ કે કોઈ કર્મચારી દિવાલ થી દુર હોઈ મોટી જાનહાનિ થતાં બચી જવા પામી હતી. દિવાલ જૂની હોવાના કારણે ભેજ લાગવાથી પડી ગઈ હોવાનું હાલ ડેપો મેનેજર જણાવી રહ્યા છે તયારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.જોકે જવાબદાર તંત્રની બેદરકારીના કારણે આજરોજ સર્જાયેલી દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોને ગણવો તેવો પ્રશ્ન જન માનસમાં ફેલાવા પામ્યો છે.