Friday, 27/12/2024
Dark Mode

દેવગઢબારિયા તાલુકાના લવારીયા ગામે પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો : બુટલેગર વોન્ટેડ..

June 25, 2023
        1503
દેવગઢબારિયા તાલુકાના લવારીયા ગામે પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો : બુટલેગર વોન્ટેડ..

દેવગઢબારિયા તાલુકાના લવારીયા ગામે પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો : બુટલેગર વોન્ટેડ..

દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના લવારીયા ગામે વજીર ફળિયામાં રહેતા બુટલેગરના રહેણાંક મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર સાંજના સુમારે સાગટાળા પોલિસે ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂપિયા ૯૩ હજાર ઉપરાંતની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે.

લવારીયા ગામના વજીર ફળિયામાં રહેતા બુટલેગર જસવંતસિંહ રમણભાઈ બારીયાના રહેણાંક મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ-બીયરનો જથ્થો હોવાની બાતમી મળતા સાગટાળા પોલિસે ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે લવારીયા ગામે વજીર ફવિયામાં રહેતા બુટલેગર જસવંતસિંહ રમમભાઈ બારીયાના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી રૂા. ૮૬૪૦ની કુલ કિંમતની બીયર ટીનની પેટી નંગ-૩ રૂા. ૫૯,૭૫૨ની કુલ કિંમતની રોયલ સ્ટેશ્યલ ફાન વ્હીસ્કીના કવાટરની પેટીઓ નંગ-૧૨ તથા રૂપિયા ૨૬,૫૮૦ની કુલ કિંમતની રોયલ સીલેક્ટ ડીલક્સ વ્હીસ્કીના પ્લાસ્ટીકના હોલની પેટીઓ નંગ-૫ મળી કુલ રૂા. ૯૩,૯૭૨ની કુલ કિંમતની વિદેશી દારૂ-બીયરની કુલ પેટીઓ નંગ-૨૦ ઝડપી પાડી કબજે લીધી હતી જ્યારે બુટલેગર જસવંતસિંહ બારીયા પોલિસની રેડ સમયે ઘરે હાજર ન હોવાના કારણે પોલિસ તેને પકડી શખી ન હતી.

આ સંબંધે સાગટાળા બપોલિસે બુટલેગર જસવંતસિંહ રમણભાઈ બારીયા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!