દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ફતેપુરા મામલતદાર કચેરીએ ફતેપુરા તાલુકાનો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

Editor Dahod Live
1 Min Read

યાસીન ભાભોર :- ફતેપુરા

દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ફતેપુરા મામલતદાર કચેરીએ ફતેપુરા તાલુકાનો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

ફતેપુરા તા.21

તારીખ 21 જુન 2023 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને ફતેપુરા તાલુકાનો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકાના વિવિધ ગામોના લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.જેના દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ યોગ્ય નિકાલ કર્યા હતા.

આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફતેપુરાના મામલતદાર આર.પી ડીંડોર,ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી કે એ વસાવા તેમજ ફતેપુરા તાલુકા વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ફતેપુરા તાલુકાની વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ તેમજ વિવિધ ગામોના અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article