Sunday, 06/04/2025
Dark Mode

ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના ઇન્ચાર્જ એ.પી.ઓનો વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો…

May 9, 2023
        5475
ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના ઇન્ચાર્જ એ.પી.ઓનો વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો…

યાસીન ભાભોર ફતેપુર

ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના ઇન્ચાર્જ એ.પી.ઓનો વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો…

ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના મનરેગા શાખાના ઇન્ચાર્જ એપીઓ બળવંત લબાના દ્વારા 20 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સહિતની રજૂઆત કરવામાં આવી હતી. તેમની શાહી હજી તો સુકાઈ નથી ત્યાં આ જ ઇન્ચાર્જ એપીઓ બળવંત લબાના દ્વારા વધુ એક ભ્રષ્ટાચાર આચર્યો હોવાની રજૂઆત તાલુકાથી લઇ જિલ્લાકક્ષા સુધી કરાતા ફતેપુરા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે

 

ફતેપુરા તાલુકાના વાંગડ ગામના લાભાર્થી કામદાર ડામોર શંકરભાઈ રાવજીભાઈ તથા તેના ગામના અન્ય 5 લાભાર્થીઓ દ્વારા લેખિતમાં વિગતવાર તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ રજૂઆત કરીને જણાવવામાં આવ્યું છે.કે ઇન્ચાર્જ એપીઓ બળવંત લબાના દ્વારા તેઓ પાસેથી વર્ક કોડ પાડવાના અને એસ્ટીમેન્ટ બનાવવા તાંત્રિક મંજૂરી મેળવવા તથા વહીવટી મંજૂરી માટે જુદા-જુદા ભાવે ચા પાણીના નાણાં લેવામાં આવે છે અને તેઓના કામોની વહીવટી મંજૂરી માટે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના ઇન્ચાર્જ એપીઓ બળવંત લબાના દ્વારા રૂપિયા 95 હજાર લેવામાં આવ્યા છે.આ બાબતે લેખિતમાં વિગતવાર તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષા સુધી વાંગડ ગામના લાભાર્થી કામદાર ડામોર શંકરભાઈ રાવજીભાઈ તથા ગામના અન્ય પાંચ લાભાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.અને તેઓની રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે ફરી એક વખત તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ પણ તેઓની રજૂઆત કાને ધરવામાં નહીં આવે તો લાભાર્થીઓએ આંદોલન તેમજ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!