
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના મકવાણાના વરૂણા ખાતે નાલંદા પબ્લિક સ્કૂલમાં હોળી ધુળેટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
સુખસર,તા.04
ફતેપુરા તાલુકાના મકવાણા ના વરુણા ખાતે આવેલ નાલંદા પબ્લિક સ્કૂલમાં આજરોજ શાળામાં અભ્યાસ કરતા બાળકોની સાથે શિક્ષકોએ હોળી-ધુળેટીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.તેમાં શાળાના શિક્ષકોએ હોળી-ધુળેટીના મહત્વ વિશે બાળકોને સમજણ આપી હતી.તેમજ ધુળેટીના તહેવાર નિમિત્તે ધુળેટીની ઉજવણી પોતાને કોઈ શારીરિક નુકસાન પહોંચે નહીં તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
આજરોજ નાલંદા પબ્લિક સ્કૂલ મકવાણા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય નીરૂબેન.કે.મુનિયા દ્વારા બાળકોને ખજૂર આપી હોળી- ધુળેટીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.તેમજ શાળાના શિક્ષકો અને બાળકોએ એકબીજાને રંગ લગાવીને હોળી ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.