
દાહોદ જીલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૧૦૫૭ દર્દીની તપાસ કરવામાં આવી
દાહોદ તા.12
પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુકત ભારત અભિયાન અન્વયે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત દર મહિનાની તા.૧૦ ના રોજ સમગ્ર દાહોદ જીલ્લામાં ૧૦ તારીખે ૧૦ મિનિટ ૧૦ પોઇન્ટ એવી અનોખી પહેલ કરવામાં આવી છે.
જે અંતર્ગત ક્ષય (ટીબી) રોગ ધરાવતા અને હાલમાં દવા લઈ રહેલા તમામ દર્દીની કલીનીકલ તપાસ જેવી કે વજન, ઉંચાઈ,બ્લડ પ્રેશર, ડાયાબીટીસ,એચ.આઇ.વી , SOP 2, પલ્સ રેટ, રેસ્પીરેટ્રી, હિમોગ્રામ વગેરેની તપાસ કરવામાં આવે છે. તેમા જો કોઇ દર્દીની તબિયત હાઈરીસ્ક કેટેગરી માં આવે છે તો તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સામુહિક આરોગ્ય કેન્દ્ર અથવા જરૂર લાગે તો વધુ અન્ય તપાસ માટે જીલ્લા હૉસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે છે. જે અંતર્ગત તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ દાહોદ જીલ્લામાં કુલ ૧૦૫૭ દર્દીની તપાસ કરવામાં આવી છે.