
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
129 ફતેપુરા વિધાનસભાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થયેલ સંપન્ન
129 ફતેપુરા વિધાનસભા નું. 52.8 ટકાનું થયેલ મતદાન
કરોડીયા પૂર્વ બુથ પર ઇવીએમ મશીન ખોટકાતા બે વાર ઇ.વી.એમ મશીન બદલવામાં આવ્યા
ફતેપુરા તા.05
ગુજરાત વિધાનસભાનું આજ રોજ યોજાયેલ બીજા તબક્કાના મતદાનમાં 129 ફતેપુરા વિધાનસભાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલું હતું 129 ફતેપુરા વિધાનસભામાં પુરુષ 1 26,332. મતદારો અને મહિલા 1,28,645 મતદારો મળી કુલ 2,54,977 મતદારો પૈકી પુરુષ
મતદારો 67,538 અને મહિલા મતદારો 65,256 મળીને કુલ 1,32,794 મતદારોએ મતદાન કરતા. 52.08 ટકા મતદાન થવા પામેલ હતું. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થવા પામેલ હતી કરોડીયા પૂર્વ બુથ પર ઇવીએમ મશીન ખોટકાતા બે વાર ઇ.વી.એમ મશીન બદલવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશભાઈ
કટારા તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ મછાર તથા આપ પાર્ટીના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર પોતાનો મતનો ઉપયોગ કરી મતદાન કરેલ હતું નવીન મતદારયાદી માં નામ દાખલ થયેલ અને પ્રથમવાર મતદાન કરતા મતદારોએ પોતાના પ્રથમ કરેલ મતના ઉપયોગ કરી ખુશી અનુભવતા હતા અને પ્રથમ વાર મતદાન કરી અમારા સંવાદદાતાને પોતાને થયેલ અનુભવ જણાવ્યું હતું..