ફતેપુરાના સરસવા પૂર્વ ગામે આદિવાસી સમાજ દ્વારા આરબીસી અનામતવિરોધી બેઠક યોજાઇ

Editor Dahod Live
1 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરાના સરસવા પૂર્વ ગામે આદિવાસી સમાજ દ્વારા આરબીસી અનામતવિરોધી બેઠક યોજાઇ.૨૬ ફેબ્રુઆરીએ ગાંધીનગર વિધાનસભા ઘેરાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

 સુખસર તા.16

ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ ગામે રવિવારના રોજ આરબીસી અનામત વિરોધી બેઠક યોજાઇ હતી આદિવાસી સમાજના આગેવાનો ભેગા થઈ ૨૬ ફેબ્રુઆરીએ વિધાનસભા ઘેરાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આ બાબતની ચર્ચા કરાઇ હતી.

     આદિવાસી સમાજ દ્વારા rbc સમાજને સરકાર દ્વારા અપાયેલા અનામતના દાખલા મુદ્દે ભારે વિરોધ નોંધાવ્યો છે ગામેગામથી આદિવાસી સમાજના આગેવાનો ગાંધીનગર છાવણી ખાતે એકત્ર થઇ ને સમર્થન આપી રહ્યા છે તમને ખબર નો સાથે મળી તે પુરા તાલુકા ના સરસવા પૂર્વ ગામે રવિવારના રોજ આ મુદ્દે ચર્ચા વિચારણા માટે બેઠક યોજવામાં આવી હતી જેમાં ૨૬ ફેબ્રુઆરીએ આદિવાસી સમાજ દ્વારા વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ કરવામાં આવનાર છે જેમાં આ વિસ્તારના હજારોની સંખ્યામાં આદિવાસી એકત્ર થઇ આંદોલનને સમર્થન આપે તે બાબત ચર્ચા કરવામાં આવી હતી.

Share This Article